પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

23 February 2021 02:28 PM
Morbi
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

કેન્દ્ર સરકારના આદેશ મુજબ બાળકો અને યુવાનોમાં કૃમીની તકલીફ ન રહે અને તેઓ સ્વસ્થ-તદુરસ્ત રહે એ હેતુથી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવા માં આવી રહેલ છે. ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો.હિરેન વાંસદડીયા, ઇન્ચાર્જ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાનિયા તેમજ લાલપર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા લાલપર આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા વિવિધ સબ સેન્ટરમાં આશરે 7810 જેટલા 1 થી 18 વર્ષના બાળકો અને યુવાનોને અલ્બેન્ડાઝોલની દવા ખવડાવીને રાષ્ટ્રીય કૃમીનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીર :જિગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement