અમરેલી મહાત્મા મુળદાસ ચોકમાં માર્ગ બિસ્માર : તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત

23 February 2021 02:17 PM
Amreli
  • અમરેલી મહાત્મા મુળદાસ ચોકમાં માર્ગ
બિસ્માર : તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત

અમરેલી, તા.ર3
અમરેલી પાલિકાનાં શાસકો શહેરીજનો ઉપર ઉપકાર કરતાં હોય તે રીતે વિકાસકાર્યો કરતા જોવા મળી રહૃાાં છે. નપાણીયા નેતાઓની નાક પારખી ગયેલ પાલિકાનાં બાબુઓને જનપ્રતિનિધિઓ કે ઉચ્ચ અધિકારીઓને ડર પણ રહૃાો ન હોય શહેરની દોઢ લાખની જનસંખ્યા મૂંગા મોઢે સામનો કરી રહી છે.


નાગનાથ મંદિર નજીક ભારે ઉહાપોહ બાદ પાલિકાનાં શાસકોએ માર્ગ તો બનાવ્યો તેમાં લોટ, પાણીને લાકડા કર્યા બાદ માર્ગની બાજુની જગ્યામાં માત્ર કપચી મારીને સંતોષ માની લીધો. માર્ગનું કામ પૂર્ણ થયા બાદ માર્ગ પરની ધુળ દુર કરવાની પણ ચિંતા કરવામાં આવી નથી.


મહાત્મા મુળદાસચોકમાં પણ માર્ગની ભયાનક હાલત છે. માર્ગ પરની એક ફૂટની ઊંચાઈ ચડવા-ઉતરવામાં વાહનચાલકોને ડરનો સામનો કરવો પડી રહૃાો છે.પાલિકાની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી હોવા છતાં પણ એકપણ ઉમેદવારને પાલિકાનાં શાસકો સામે લાલ આંખ કરવાનું યાદ આવતું નથી. ઉમેદવારો મત વિસ્તારમાં વિકાસની માત્ર ગુલબાંગો ફેંકી રહૃાા છે પરંતુ નાગનાથ મંદિર આસપાસની સમસ્યા દુર કરવાનું તેઓને યાદ આવતું નથી તે હકીકત છે.


Loading...
Advertisement