કુવાડવા રોડ પર કાળ બનીને આવેલા ટ્રકે એકટીવા ચાલક બેંકના મહિલા મેનેજરનો ભોગ લીધો

23 February 2021 02:11 PM
Rajkot
  • કુવાડવા રોડ પર કાળ બનીને આવેલા ટ્રકે એકટીવા 
ચાલક બેંકના મહિલા મેનેજરનો ભોગ લીધો

યુવતી પરિવારના આધારસ્તંભ હતી : બેંકથી નોકરી પુરી કરી ઘરે પરત ફરતી’તી ત્યારે જ રસ્તામાં ટ્રકે તેના એકટીવાને ઉલાળતાં ઘટના સ્થળે જ મોત નિપજયું : પરિવારમાં અરેરાટી : ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.23
કુવાડવાના જુના માર્ગ પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર પુર ઝડપે આવી રહેલા ટ્રકે એક્ટિવા ચાલક યુવતીને ઠોકરે લઇ ઉલાડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવાના રફાળા ગામે રહેતા સવજીભાઈ ભલાભાઈ રાઠોડ(ઉ.વ.53)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરીવાર સાથે રહુ છું અને ખેતી મજુરીકામ કરૂ છુ.મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે જેમાં સૌથી મોટી ગુજરનાર અંજુબેન(ઉ.વ.27) વાળા હતા તેના થી નાનો

દિકરો બાબુ તેનાથી નાની કોમલ સૌથી નાનો પરેશ છે.મારી દિકરી અંજુબેન એચ.ડી.એફ.સી.બેંક ગોંડલ રોડ રાજકોટ માં રીટેલ પોર્ટફોલીયો મેનેજર તરીકે પ્રાઈવેટ નોકરી કરતી હતી.
તા.20/02 ના રોજ હું મારા ઘરે હતો ત્યારે લગભગ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ મને મારા દિકરા પરેશભાઈનો ફોન આવેલ અને તેણે કહેલ કે કુવાડવા જુના માર્ગ પાસે હાઈવે રોડ પર અંજુનું અકસ્માત થયેલ છે જેથી તાત્કાલીક ત્યા જાવ તેવી વાત કરતા હુ તથા મારા પત્ની હેમીબેન અમારા ગામના હરેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા ની ગાડીમા કુવાડવા જુના રસ્તે હાઈવે રોડ સુધી આવેલ અને ત્યા માણસો ભેગા થઈ ગયેલ હતા અને ત્યા રોડ ઉપર મારી દિકરી અંજુની લાશ પડેલ હતી અને બાજુમાં એક્ટીવા પડેલ હતુ તે એક્ટીવા મારી દિકરી ઉપયોગ કરતી હતી અને માથા ના મોઢાના ભાગે લોહી લુહાણ અને મોઢું માથા નો ભાગ ચિપાય ગયેલ હાલતમાં હતો


તેનાથી થોડે આગળ ટ્રક નંબર જીજે -25ટી 8566 વાળો ટ્રક પડેલ હતો અને તે ટ્રક વાળા એ મારી દિકરી અંજુને હડફેટે લેતા તે એક અકસ્માતમાં મારી દિકરી અંજુનું સ્થળ પર મૃત્યુ નિપજેલ હતું તે પછી મારી દિકરીની લાશ પરથી પોલીસ દ્વારા જરૂરી પોલીસ કાર્યવાહી કરી અને તેનું કુવાડવા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ થયેલ હતું બાદમાં મારી દિકરીનું અસ્કામતમાં મૃત્યુ થયેલ હોવાથી અમો તેની વીધી ઝડપથી પુર્ણ થાય જેથી અમો એ તાત્કાલીક ફરીયાદ આપેલ નહોતી અને મારી દિકરીની વીધી પુર્ણ થતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


મારી દિકરી અંજુ જે રાજકોટ માં એચ.ડી.એફ.સી. બેંકમાં નોકરી કરતી હોય બેંક સમય બાદ તેનુ રાજકોટ માં પ્રાઈવેટ કામ પુરુ કરી અને તેનું એકટીવા જીજે03 એલજે 8340 વાળુ લઈ અને રફાળા આવતી હતી ત્યારે તારીખ તા.20/02ના સાંજના સમયે કુવાડવાગામ જુના માર્ગ પાસે સરદાર કોમપ્લેક્ષ પાસે હાઈવે રોડ પર પહોચતા ટ્રક નંબર નંબર જી -જે -25 ટી 8566 વાળો ચાલક પુરપાટ ઝડપે આવી મારા દિકરીના એક્ટિવાને પાછળ થી હડફેટે લેતા દીકરી અંજુ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી અને તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું.આ અંગે કુવાડવા પોલીસ મથકના પીઆઇ ચુડાસમા એ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement