જુનાગઢ, તા. 23
જુનાગઢ જિલ્લાના શાપુર ગામે કામુક થઈ ગયેલ શખ્સે 14 વર્ષીય સગીરાને ધમકી આપી, પોતાના ઘરે બોલાવી, ચુંબન કરી, છેડતી કરી, બાળક ઉપર જાતિય હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. વંથલીના શાપુર ગામના ભૌતિક ઉર્ફે ભગી દિનેશભાઈ ચૌહાણ એ એક 14 વર્ષીય સગીરાને ધમકી આપી પોતાના ઘરે બોલાવી, ચુંબન કરી, છેડતી કરી, બાળક ઉપર જાતિય હુમલો કરી ગુનો કર્યા બાબતની વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શખ્સ ભૌતિક ઉર્ફે ભગી ચૌહાણ સામે ગુન્હો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.