1લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ ડેઇલી ફલાઇટ શરૂ : સવારે આગમન-પ્રસ્થાન

23 February 2021 01:57 PM
Rajkot Travel
  • 1લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ ડેઇલી ફલાઇટ શરૂ : સવારે આગમન-પ્રસ્થાન

કોરોના કેસ વધતા એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ

રાજકોટ તા. 23 : રાજકોટ એરપોર્ટ પર એર ફ્રિકવન્સી વધતાની સાથે જ હવાઇ મુસાફરોની સંખ્યા વધવા લાગી છે. સવાર-સાંજ મુંબઇ-દિલ્હીની ડેઇલી ફલાઇટના ઉડ્ડયન સાથે આગામી તા. 1લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ડેઇલી ફલાઇટ શરૂ થનાર છે.આવતીકાલ તા. ર4મીથી રાજકોટ-બેંગ્લોર ફલાઇટ શરૂ થનાર છે. 144 સીટનું બોઇંગ રાજકોટ-બેંગ્લોર વચ્ચે ઉડાન ભરશે આ વિમાનનું બપોરે ર:30 કલાકે આગમન અને 3:00 કલાકે પરત બેંગ્લોર જવા પ્રસ્થાન રહેશે.


સ્પાઇસ જેટની આગામી તા. 1લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ ફલાઇટ Q400 એરક્રાફટ સવારે 9:10 કલાકે આગમન અને 9:40 કલાકે પરત જશે. કોરોનાના વધતા જતા આંકડાના પગલે રેલ્વે, એરપોર્ટ પર ટેસ્ટીંગ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર આવતા-જતા હવાઇ મુસાફરોનું થર્મલ ગનથી સ્કેનીંગ થઇ રહયું છે. જરૂર પડયે એરપોર્ટ ઓર્થોરીટી અને આરોગ્ય વિભાગ એન્ટીજન ટેસ્ટીંગ સુવિધા માટે સજજ હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement