કુંકાવાવના મનોજ જોષીની કાવ્ય પંકિતને સ્થાન મળ્યું

23 February 2021 01:16 PM
Amreli
  • કુંકાવાવના મનોજ જોષીની કાવ્ય પંકિતને સ્થાન મળ્યું

અમેરિકાના SPCS ગ્રુપના કેલેન્ડરમાં

કુંકાવાવ તા. ર3 : તાજેતરમાં જ અમેરીકા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ દ્વારા યુવા પ્રમુખ મયુરભાઇ રાનોલીયાનાં માર્ગદર્શન મુજબ આટલાં વર્ષોમાં પ્રથમ વખત જ કોરોનાનાં જોખમ સામે સાવચેતી પૂર્વક નવા વર્ષને ઉજવવા એક વિશિષ્ટ પ્રોજેકટ યોજવામાં આવ્યો હતો.
જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતુ આકર્ષક કેલેન્ડર્સ તૈયાર કરવામાં આવ્યુ જેનાં પ્રત્યેક પેજ ઉપર કુંકાવાવનાં કથાકાર, શિક્ષક, એનાઉસર મનોજભાઇ જોષી દ્વારા લખાયેલ કાવ્ય પંકિતઓને સ્થાન આપવામાં આવ્યુ હતુ.
આત્મીયતા, સભ્યતા, સંસ્કૃતિને શુભેચ્છાનો સંદેશ તૈયાર કરાયો હતો. આ કેલેન્ડર, ગિફટ બોકસ, ગ્રિટિંગ્સ, બુકે દ્વારા સુંદર રીતે સજાવી એસપીસીએસ ગૃપ દ્વારા ત્યાં વસતા તમામ પરીવારોનાં ઘરે ઘરે પહોંચાડી આગવી શૈલીથી નુતન વર્ષને વધાવ્યુ હતુ. સમાપનમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવેનો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં અમેરિકા (ટેકસાસ) ની યુવા ટીમ પ્રમુખ મયુરભાઇ રાનોલીયા તેમજ સીમા પટેલ, ઘનશ્યામભાઇ, જીતેનભાઇ કુનડીયા, પ્રશાંત ગજેરા સહિત સૌ દ્વારા જહેમત ઉઠાવી હતી. સૌ ટીમ અને પ્રમુખ દ્વારા મનોજભાઇ જોષીનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement