કુચિયાદડ પાસેથી રૂા.7,72 લાખના દારૂ ભરેલું ટોરસ પકડાયુ : દારૂ છુપાવવા ખાસ લાકડાનું બોકસ બનાવ્યુ તુ !

23 February 2021 01:03 PM
Rajkot Crime
  • કુચિયાદડ પાસેથી રૂા.7,72 લાખના દારૂ ભરેલું ટોરસ પકડાયુ : દારૂ છુપાવવા ખાસ લાકડાનું બોકસ બનાવ્યુ તુ !
  • કુચિયાદડ પાસેથી રૂા.7,72 લાખના દારૂ ભરેલું ટોરસ પકડાયુ : દારૂ છુપાવવા ખાસ લાકડાનું બોકસ બનાવ્યુ તુ !
  • કુચિયાદડ પાસેથી રૂા.7,72 લાખના દારૂ ભરેલું ટોરસ પકડાયુ : દારૂ છુપાવવા ખાસ લાકડાનું બોકસ બનાવ્યુ તુ !

રાજકોટ તા. 23
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના મતદાન ગણતરી પૂર્વે શહેમાં કોઇ ગંભીર ધટના ન બને માટે રાજકોટ પોલીસે સતર્ક હતી અને રાત્રી પેટ્રોલીંગ પણ ચાલુ હતુ તેવામાં રાજકોટ એસઓજીની ટીમને ખાનગી રાહે મળેલી બબતને આધારે રાજકોટ-કુવાડવા હાઇવે ઉપર આવેલા કુચિપાદડ ગામના પાટીયેથી પસાર થઈ રહેલા એક ટોરસને રોકવાની કોસીષ કરતા ચાલક ટોરસને રેઢુ મુકી પલાપન થયો હતો જયારે એસઓજીએ ટોરસની ઝડપી લેતા તેમાં એક લાકડાનું બોકસ હતુ જે તોડીને તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એસઓજીએ કુલ 7,72 લાખની 2040 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી ચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજીના પીઆઈ આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ.અંસારી વિજેન્દ્રસિંહ ઝાલા અનુરૂદિતભાઈ બુખારી અને હીરાભાઈ ખફીફ કુવાડવા રોડ પર પેટ્રોલીંગમાં હતાં ત્યારે એક ખાનગી રોહે મળેલી બાતમીને આધારે એક રાજસ્થાન પાસીંગના આરજે 20 જીએ 4322 નંબરનાં ટીરસમાં દારૂ હોય જે ટોરસને પકડાયાં કુવાડવા હાઈવે પર કુચિયાદડ પાસે વોચ ગોઠવતાં ટોરસની ચાલક પોલસને જોઈને ટોરસ રેઢુ મુકી પલાયત થયો હતો.


જયારે ફોજદાર અસારીની ટીમ દ્વારા ટીરસની મુકતી લેતાં પ્રથમ તો જોવામાં મળ્યું નહોતું પરંતુ પાછળ પડેલાં લાકડાનુ બોકસ તોડીને તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બોકસમાંથી દારૂની 2040 બોટલ રૂા. 7,72,800ની મળી ચાલકની શોધ ખોળ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement