કોરોનાના બીજા આક્રમણને ખાળવા વેકસીનેશનની સ્પીડ વધારવા તૈયારી

23 February 2021 01:00 PM
India Top News
  • કોરોનાના બીજા આક્રમણને ખાળવા વેકસીનેશનની સ્પીડ વધારવા તૈયારી

ગત વર્ષે વેકસીનની રાહ હતી હવે ઉપલબ્ધ છે તો રાહ શેની?:રોજના 50 લાખ લોકોને વેકસીન અપાશે: કેન્દ્રએ વ્યુહ ઘડયો: પુરતા ડોઝ ઉપલબ્ધ છે: ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરાશે:હવે લોકડાઉન શકય નથી: ધંધા-રોજગાર-સરકારી આવકને વધુ માઠી અસરનો ભય: દેશ માટે હવે છ સપ્તાહ કટોકટીના છે: નિષ્ણાંતો

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબકકો શરૂ થવાના સંકેત સાથે જ કેન્દ્ર સરકારે એક તરફ સંબંધીત તમામ રાજયોને એલર્ટ કરી દીધા છે તો બીજી તરફ દેશમાં વેકસીનેશન પણ વધારવા માટેની તૈયારી કરી છે. દેશમાં વેકસીનના પુરતા ડોઝ ઉપલબ્ધ હોવા છતાં પણ ટાર્ગેટ કરતા 30-40% લોકોને જ વેકસીન આપી શકાય છે અને માર્ચ માસથી 50 વર્ષ કે તેથી વધુ ઉપરની વ્યક્તિઓને વેકસીન આપવામાં આવશે તેવી જાહેરાત થઈ છે તેની સામે બે અઠવાડીયાના વિરામ બાદ દેશમાં કોરોના એકટીવ કેસની સંખ્યા જે જાન્યુઆરી 20ના 1 લાખ આસપાસ હતી તે 17 ફેબ્રુ.ના 138916 અને 21 ફેબ્રુ.ના 151749 તથા આજે 193,688 થઈ છે જે રોજના 15-20 હજાર નવા કેસ નોંધાયા છે

અને મહારાષ્ટ્ર સરકારે તો ફરી લોકડાઉન લાગુ કરવાની ચર્ચા શરુ કરી છે તો ગુજરાત સરકારે પણ અમદાવાદ-સુરતમાં ફરી પ્રતિબંધાત્મક પગલા ઉપરાંત ટેસ્ટીઝ ટેન્ટ શરુ કર્યા છે અને મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશથી આવતા લોકોનું ખાસ ટેસ્ટીંગ કરવા નિર્ણય લીધો છે અને હવે કોરોના કરતા વેકસીનેશનની ઝડપ વધારવી જોઈએ તે નિશ્ર્ચિત કરાયુ છે અને હવે આગામી 4થી6 સપ્તાહ ભારત માટે મહત્વના છે તથા રોજના 50 લાખ લોકોને વેકસીન આપવામાં આવે તે માટે તેવી તૈયારી કરી છે. વધુ લોકોને વેકસીનેશન થાય તો તેમાં કોરોનાનો મુકાબલો વધુ સારી રીતે કરી શકે તે નિશ્ર્ચિત કરવા કેન્દ્ર આગળ છે અને તેથી હાલ તા.28 સુધીમાં આરોગ્ય, કર્મીઓ અને પોલીસ સહિતના સંબંધીતો વેકસીન આપીને તા.1 માર્ચથી ત્રિજા તબકકામાં આમ નાગરિકને વેકસીન અપાય તેવી વ્યુહરચના છે. જો કે સામાન્ય વ્યક્તિ માટે વેકસીન ફ્રી હશે કે કેમ તે ફ્રોડ કેન્દ્ર કે રાજયોએ કર્યા નથી. બિહાર, કેરાળામાં તે ફ્રી છે તે નિશ્ર્ચિત છે પણ મોટાભાગે ફ્રી હશે.


સૂત્રોના જણાવ્યા મુજબ હવે ખાનગી ક્ષેત્રને પણ વેકસીનેશન ઝુંબેશમાં જોડવામાં આવે તેવી શકયતા છે. એકલી સરકારી મશીનરી પહોંચી શકશે નહી તે નિશ્ચિત થયુ છે અથવા જે હાલ સપ્તાહના 2થી4 દિવસ વેકસીન આપે છે તેઓને 6 દિવસ આ કામગીરી કરવાની સૂચના છે અને આગામી દિવસોમાં ખાનગી હોસ્પીટલ, લેબ જે વ્યક્તિને ઈચ્છા હોય તેને નેશનલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન સાથે ચાર્જ સાથે વેકસીન અપાય તેવી પણ શકયતા છે. અગાઉ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ અને તેનાથી પણ આકરા પગલામાં લોકડાઉન જેવા ઉપાયો અમલી બનાવાયા હતા. પરંતુ હવે લોકડાઉનની વાતો ચોકકસ થાય છે પણ તે લગાવવું અઘરુ છે.

રોજી-રોટી, વ્યાપાર,-ધંધા રોજબરોજની પ્રવૃતિ- સરકારી કામગીરી- અને ટેક્ષ આવક તમામ પર લોકડાઉનની માઠી અસર થાય છે અને ફરી દેશવ્યાપી લોકડાઉન શકય છે કે કેમ ત પણ પ્રશ્ર્ન છે. આતી જ હવે જયારે વેકસીન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો તેના પર જ ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ તેવી સલાહ સરકારને આપી છે. હવે શું કોરોના આક્રમણ અગાઉ જેવો માઈલ્ડ એટલે કે હળવા લક્ષણો સાથે સંક્રમીત થયાહતા અને તેના શરીરમાં અપુરતા એન્ટીબોડી બનીને ત્રણ-ચાર માસ થઈ ગયા હોય તો તેઓ ફરી સંક્રમીત બની શકે છે તેવી ચિંતા એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ વ્યક્ત કરી છે જે સરકાર માટે ચિંતા વધારનારી છે.


Related News

Loading...
Advertisement