સૌરાષ્ટ્રમાં મનપાની ચૂંટણી બાદ કોરોના જંગી લીડ તરફ !

23 February 2021 12:55 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં મનપાની ચૂંટણી બાદ કોરોના જંગી લીડ તરફ !

રાજકોટ જિલ્લામાં વધુ નવા 42 કેસ : અન્ય જિલ્લામાં આંકડો એકી સંખ્યામાં : કચ્છમાં નવા વધુ 10 કેસ : હજુ જિલ્લા-તાલુકા-પાલિકાઓની ચૂંટણી સુધી જોેખમ વધવાનોેે ભય

રાજકોટ તા. 23 : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોર્પોરેશન વિસ્તારોની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પુર્ણ થવાની સાથે જ ફરી કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ જીલ્લામાં કેસની સંખ્યા સીધી જ ડબલ થઇ છે. બીજી તરફ કચ્છમાં પણ વધુ 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં નવા 74 પોઝીટીવ કેસ સામે 76 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજકોટ જીલ્લામાં 39 શહેર 3 ગ્રામ્ય કુલ 42, ભાવનગર 9, જુનાગઢ 6 , ભાવનગર 1, દ્વારકા-ગીર સોમનાથ 5-5, અમરેલી-મોરબી 3-3 સહીત 74 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ-24, જામનગર 13, જુનાગઢ 6, ભાવનગર 10 , ગીર સોમનાથ 18, મોરબી 5 સહીત 76 દર્દીઓ સ્વસ્થ થયા છે. કચ્છમાં નવા 10 દર્દીઓ સામે 10 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં આજે નવા 315 કેસ સામે 272 દર્દીઓ સાજા થતા રાજયનો રીકવરી રેઇટ 97.70 ટકા નોંધાયો છે. સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર જીલ્લો કોરોનામુકત રહયા છે.


રાજકોટ
રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરમાં ફરી કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. કોર્પોરેશનની ચુંટણી જાહેર થતાની સાથે જ પોઝીટીવ કેસમાં ઘટાડો છેક ચુંટણીના મતદાનની તારીખ સુધી રહયો હતો. મનપા મત ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પુર્ણ થતાની સાથે જ કોરોના કેસમાં ફરી એકા એક વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેર 39 અને ગ્રામ્ય 3 સહીત 42 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરનો કુલ આંક 15911 નોંધાયો છે. વેકસીનના બીજા તબકકાના રસીકરણમાં ફરી કોરોના પોઝીટીવ કેસમાં વધારો નોંધાઇ રહયો છે.


કચ્છ
સરકારી ચોપડે કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયા બાદ લોકોએ દાખવેલી બેદરકારીના ફળ સ્વરુપે આ વૈશ્ર્વિક મહામારીએ પોતાની હાજરી બતાવવી શરુ કરી હોય તેમ દેશભરમાં કોવીડ-19 ના દર્દીઓનો આંક વધવા માંડયો છે ત્યારે રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓના માહોલ વચ્ચે કચ્છમાં આજે વધુ એકવાર કોરોનાના નવા કેસનો આંકડો ડબલ ડીજીટ પર પહોંચી ગયો છે.
કચ્છમાં બે દિવસમાં નવા 21 પોઝીટીવ કેસ નોંધાવા સાથે કુલ એકટીવ કેસનો આંકડો 60 પર પહોંચ્યો છે. બે દિમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ ભુજ શહેરમાં 9 અને તાલુકામાં એક મળી 8 કેસ નોંધાયા છે. અંજાર શહેર-તાલુકામાં 2 મળી 4 કેસ નોંધાયા છે. જયારે ગાંધીધામ શહેરમાં ર નવા કોવીડ કેસ સામે આવ્યા છે જયારે મુંદરા તાલુકામાં એક પોઝીટીવ કેસ નોંધાયો છે. 4 દર્દીઓ સાજા થઇ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં માર્ચ2020 થી અત્યાર સુધીમાં કુલ 4પ4પ કેસ નોંધાયા છે. જેમાંથી 4372 દર્દી સાજા થઇ ચુકયા છે. 81 લોકોના મોત નીપજી ચુકયા છે. હાલ 60 એકટીવ કેસ છે.
દરમ્યાન હાલ સ્થાનીક સ્વરાજયની ચુંટણીના ડોર ટુ ડોર પ્રચાર રાજકીય પક્ષોના કાર્યકરો માસ્ક પહેર્યા વગર, ભાન ભુલીને ટોળે વળીને કરી રહયા છે ત્યારે તબીબો લોકોને સાવચેત રહેવા અનુરોધ કરી રહયા છે.


દ્વારકા
દેવભુમી દ્વારકા જીલ્લામાં છેલ્લા દિવસોમાં કોરોનાના નવા કેસો સામે આવી રહયા છે. ગઇકાલે સોમવારે પણ ખંભાળીયા અને દ્વારકાના એક-એક પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે એક પણ દર્દી ડીસ્ચાર્જ કરાયા નથી. જીલ્લામાં હાલ 15 એકટીવ કેસ તથા કૃલ મૃત્યુ 85 નોંધાયા છે.


Related News

Loading...
Advertisement