ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ કોંગ્રેસ વિભાગના ચેરમેન તરીકે નિમણુંક

23 February 2021 12:55 PM
Veraval
  • ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ કોંગ્રેસ વિભાગના ચેરમેન તરીકે નિમણુંક

પ્રભાસપાટણ તા. 23
ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પ્રમુખ સમિનભાઈ ચાવડાની સૂચનાથી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મનસુખભાઈ ગોહેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લા અનૂસૂચિત જાતિ કોંગ્રેસ વિભાગનાં ચેરમેન તરીકે રમેશભાઈ રામભાઈ રાઠોડની સર્વસમીતીથી વરણી કરવામાં આવેલ છે. રમેશભાઈ તરીકે રાઠોડ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે શકિયછે અને પાટીનું સારી કામગીરી કરે છે તેઓ અગાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી તરીકે પણ સફળ કામગીરી કરેલ છે. તેમજ વેરાવળ તાલુકા પંચાયતનાં કો.પોસ્ટ સભ્ય અને કારીગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ કામગીરી કરી રહેલું છે. તેમની પાર્ટીમાં વફાદારીઓને કામગીરી ધ્યાને લઈ અને ગીર સોમનાથ જિલ્લા અનુજાતિ કોંગ્રેસ વિભાગમાં ચેરમેન તરીકે રમેશભાઈ રાઠોડની વરણી કરવામાં આવેલ છે તેમની નિમણૂકને આવકારીને અને ચેરમેનની અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. રમેશભાઈ રાઠોડને જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ગોહીલ અને તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ નિમણૂંક પત્ર અર્પણ કર્યો હતો.


Loading...
Advertisement