ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે 2132 ઇવીએમની ફાળવણી કરાઇ

23 February 2021 12:52 PM
Veraval ELECTIONS 2021
  • ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે 2132 ઇવીએમની ફાળવણી કરાઇ

વેરાવળ તા.23
ગીર-સોમનાથ જિલ્લામાં આગામી તા.28 ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-2021 યોજાશે જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામા 2132 ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં જિલ્લા/તાલુકા પંચાયતના 816 મતદાન મથકો ઉપર 1881 અને નગરપાલિકાના 216 મતદાન મથક ઉપર 251 ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.જિલ્લા/તાલુકા પંચાયતના મતદાન મથકોમાં ઇ.વી.એમ.ની ફાળવણીમાં વેરાવળ તાલુકાના 128 મતદાન મથકો માટે 295, તાલાળા તાલુકાના 106 મતદાન મથકો માટે 245, સુત્રાપાડા તાલુકાના 106 મતદાન મથકો માટે 245, કોડીનાર તાલુકાના 173 મતદાન મથકો માટે 398, ઉના તાલુકાના 175 મતદાન મથકો માટે 403 અને ગીરગઢડા તાલુકાના 128 મતદાન મથકો માટે 295 ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકામાં વેરાવળમાં 130 મતદાન મથકોમાં 150, ઉનામાં 45 મતદાન મથકોમાં 52, તાલાળામાં 18 મતદાન મથકોમાં 21, સુત્રાપાડામાં 18 મતદાન મથકોમાં 21 અને કોડીનારમાં 5 મતદાન મથકોમાં 7 ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.આમ કુલ 2132 ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે. ઇ.વી.એમ.નું ફસ્ટ લેવલ ચેકીંગ અને પ્રિપેરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું ચૂંટણી શાખાની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement