કેશોદ બસ સ્ટેશન પાસે પાર્ક થયેલી કાર ભડભડ સળગી ઉઠી

23 February 2021 12:52 PM
Junagadh
  • કેશોદ બસ સ્ટેશન પાસે પાર્ક
થયેલી કાર ભડભડ સળગી ઉઠી

કચરો સળગતા કાર ઝપટે ચડી : જાનહાની નહીં

જુનાગઢ, તા. ર3
કેશોદના બસ સ્ટેશન નજીક પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતાં બોનેટનો ભાગ સળગી ગયો હતો અને સમયસર આગ કાબુમાં આવતા જાનહાનિ ટળી હતી. કેશોદના દિપક ટોકીઝના પાડી નંખાયેલા બાંધકામના ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી કાર નં. જીજે-06-એએચ-9942માં અચાનક આગ લાગતાં બોનેટનો ભાગ સળગી ગયો હતો. જો કે, આજુબાજુના વિસ્તારના લોકોએ તાત્કાલિક પાલીકાના ફાયર વિભાગને જાણ કરતાં તાબડતોબ ફાયર ટીમે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમયસર આગ કાબુમાં આવતાં જાનહાની ટળી હતી.
આ ધટના અંગે ફાયર શાખાના જગદિશભાઇ ભુતના અનુમાન પ્રમાણે કારની બાજુમાં રહેલ કચરામાં સૌપ્રથમ આગ લાગી હોય અને બાદમાં કાર ઝપેટમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.


Loading...
Advertisement