ગુરૂવારે કોડીનારમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સામે કિસાનો કાળા વાવટા ફરકાવશે

23 February 2021 12:51 PM
Veraval
  • ગુરૂવારે કોડીનારમાં ભાજપ પ્રમુખ સી.આર.
પાટીલ સામે કિસાનો કાળા વાવટા ફરકાવશે

બિલેશ્વર ખાંડ ઉધોગમાં વહીવટદારની નિમણુંક પ્રશ્ને:સંચાલક મંડળના ભ્રષ્ટાચારની તપાસ કરવા કિસાન એકતા સમિતિની માંગ

કોડીનાર તા. 23
કોડીનાર ખાતે આવેલ અને છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલી બિલેશ્ર્વર ખાંડ ઉધોગના સંચાલક મંડળ કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા કે ચાલુ બોર્ડ ઓફ ડાયરેકટ ની મુદત પુરી થઈ ગઇ હોવા છતા તેમાં વહીવટદારની નિમણુક નહી થવાની આગામી તા. 25/2ના રોજ કોડીનાર મુકામે પધારતા ભા.જ.પ. પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમ માં કાળા વાવટા ફરકાવી તાલુકા કિશાન એકતા સમિતિ દ્વારા વિરોધ-દેખાવો કરવા ચીમકી ઉચ્ચારી છે.


કોડીનાર ખાતે આવેલ અને તાલકુના ખેડુતોને લોકોની જીવાદોરી સમાન બિલેશ્ર્વર ખાંડ ઉધોગ છેલ્લા પાંચ વર્ષથી સંચાલક મંડળના ભ્રષ્ટાચારના કારણે બંધ પડેલો છે. આ ખાંડ ઉધોગ ચાલુ કરવાની ખેડુતોની વારંવારની માંગણીઓ છતા સરકારશ્રી દ્વારા માત્ર વયનો સિવાય કશુજ નહી કરતાં કોડીનાર તાલુકાના ખેડુત મંડળો દ્વારા ધરણા રેલી ઉપવાસ સહિત અનેક કાર્યક્રમો આપ્યા હતા. છતાં નિભર સરકાર દ્વારા ખાંડ ઉધોય ચાલુ કરવા કે તેના ભ્રષ્ટાચારની તપાસ કરવા કોઈજ નકકર કાર્યવાહી નહી કરતા હવે આગામી તા. 25 ફેબુઆરી નારોજ ભા.જ.પ.નાં પ્રમુખ સી.આર.પાટીલ કોડીનાર ખાતે પધારી રહ્યા હોઈ તેનાં ખેડૂતો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા મુખ્ય મંત્રી અને સહકાર મંત્રીશ્રીને એક પત્ર પાઠવી જણાવ્યું છે.


Loading...
Advertisement