લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું

23 February 2021 12:47 PM
Rajkot ELECTIONS 2021 Politics
  • લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું
  • લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું
  • લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું
  • લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું
  • લોધીકા તાલુકા ભાજપના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતસ્વામિના હસ્તે કરવામાં આવ્યું

લોધીકા જિલ્લા પંચાયતની 2 તેમજ તાલુકા પંચાયતની 16 સીટના ભાજપનો વિજય થશે તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી

લોધીકા તાલુકા ભાજપની મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિત સ્વામી.આજરોજ લોધીકાની અંદર જિલ્લા પંચાયતની 2 સીટો તેમજ તાલુકા પંચાયતની 16 સીટોના મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિત સ્વામિના હસ્તે લોધીકા તાલુકા ભાજપની મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ.


કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસનું ભારતના બે થી ત્રણ રાજયોને બાદ કરતા કયાંય અસ્તિત્વ જ નથી. અમુક સમયે આંદોલનોનો લાભ મળી જાય અથવા કોઇ હાર્દિક જેવા આંદોલનકારીના કારણે સતા મળી જાય ત્યારે અમુક સમયે સતાનો લાભ મળે છે અને કેવું શાસન કર્યુ પંચાયતોમાં તે આપણે જોયુ અને આપણે કયારેક જોઇ કે પ્રધાનો સાંસદ સભ્યોએ ધારાસભ્યો કેવા એઇમ્સમાં સારવાર લેતા જોયા હશે ત્યારે વિચાર પણ નહી કરીયો હોય કે આપણે પણ આવી સારવાર લેશું આ સ્વપ્નું આપણા ગુજરાતીનું સાકાર કર્યુ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં એઇમ્સ આપીને તો ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું.


એરપોર્ટ એસટી બસ સ્ટેશન તો ભાજપની સરકારમાં ગુજરાતનો વિકાસ થયેલ છે કોંગ્રેસ પૂરી ગ્રાન્ટો નથી પહોંચવા દિધી આ ખાડો આપણે પુરાવો હશે તો લોધીકા જિલ્લા પંચાયતની 2 સીટ તેમજ તાલુકા પંચાયતની 16 સીટોમાં ભાજપને વિજેતા બનાવીશુ અને આપના તાલુકાના મતદારો ભાજપને વિજયે બનાવશે તેનો મને પુરો વિશ્ર્વાસ છે તેમજ ધુ.દોમડાના રિટાયર્ડ પીઆઇ બાબરીયા સાહેબે ભાજપમાં પ્રવેશ કરતા ખેસ પહેરાવીને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ તેનું સ્વાગત કરેલ.


ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ જણાવેલ કે તાલુકાના વિકાસ કામને જનતા મત આપશે અને મેં મારા તાલુકાના ગ્રામ્યના વિસ્તારના વર્ષો જુના લોધીકા ફોફળ નદીના બ્રિજનું કામ મોટાવડાનો પુલ વાસયાવાળી નદીનો પુલ નોન પ્લાન રોડ ખીરસરાથી મેટોડા વાગુદડ રોડ ચાંદલી નાના વડાળાનો રોડ પાળ ગામનો પુલ મોટાવડા રોડ હરીપર પાળ રોડ રાવકી પુલ મોટાવડા હાઇસ્કૂલનું બિલ્ડીંગ વિગેરે ગામડાના પાયાની જરૂરીયાતની સુવિધા ધારાસભ્ય બન્યા પછીના વિકાસના કામો કરેલ છે અમે હજુ પણ જરૂરી વિકાસના કામો કરતા રહીશુ આ વિકાસના કામોને જોતા ભાજપનો વિજય નિશ્ર્ચિત છે. તેનો મને લોધીકા તાલુકાની જનતા ઉપર પુરો વિશ્ર્વાસ છે. જિલ્લા પંચાયતની 2 સીટો તેમજ તાલુકા પંચાયતની તમામ 16 સીટો ઉપર ભાજપનો વિજય થશે.


પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજાએ જણાવેલ કે આ ભાજપની સરકારે ખેડૂતોના ખાતામાં 20 હજાર રૂપિયા એક સાથે ખાતામાં જમા કરેલ છે તેવુ અત્યાર સુધીની એક પણ સરકારે પગલુ ભરેલ નથી. લોધીકા તાલુકાને ખીરસરા જીઆઇડીસી આપી તેમજ ખેડૂત ખાતેદારને બે હજાર રૂપિયા ખાતામાં જમા કરાવી ખેડૂતને સધર બનાવેલ છે તેમજ લોધીકા તાલુકાના વિકાસના કામો આ ભાજપની સરકારના સમયમાં થયેલ છે તો જનતા ભાજપને બહુમતીથી વિજય બનાવશે અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.


પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવેલ કે ભાજપના શાસનમાં તાલુકાનો સર્વાંગી વિકાસ થયેલ છે અને આગળ પણ થશે અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ અધુરા કામો અમે આવતા દિવસોમાં પૂર્ણ કરીશું તો 28/2ના રોજ ભાજપના કમળના નિશાનનું બટન દબાવી ભાજપને વિજય બનાવી અમારા વિશ્ર્વાસને મજબૂત બનાવશો.હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ તમામ મતદારોને 28/2/2021 રવિવારના રોજ મતદાન અવશ્ય કરવા અપીલ કરેલ. તો ભકિત સ્વામીએ જણાવેલ ક્ધયાદાન તેમજ મતદાન ખાનદાન જોઇને જ કરાઇ તેવી સલાહ આપેલ તો આપણે આ વખતનું મતદાન રામ મંદિરના નામ ઉપર આપવાનું છે.


લોધીકા તાલુકા ભાજપ ચૂંટણી મઘ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત સીટ પારડી 24ના ઉમેદવાર અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા, લક્ષ્મીબેન અશોકભાઇ વસોયા, ચિભડા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રેખાબેન અરવિંદભાઇ પરમાર, કાજલબેન નરેશભાઇ ટીલાળા, શિલ્પાબેન ટીલાળા, ચંદ્રીકાબેન ટીલાળા, પિનલબેન, અરવિંદભાઇ ડોગડીયા, મનિષાબેન પ્રકાશભાઇ તોગડીયા, નેહલબેન ટીલાળા, કાજલબેન વિરડીયા, અસ્મિતાબેન ટીલાળા, મિતલબેન ગઢીયા, લોધીકા 19 જિલ્લા પંચાયતના ઉમેદવાર મોહનભાઇ દાફડા તાલુકા પંચાયત, નગર પીપળીયા સીટના ઉમેદવાર વલ્લભભાઇ તારપરા ચાંદી સીટના ઉમેદવાર વિલાસબેન વિપુલભાઇ મોરડ, ખીરસરા સીટના ઉમેદવાર રમાબેન મુકેશભાઇ મકવાણા, મોટાવડા સીટના અંજુબેન ઉમેશભાઇ પાંભર દેવગામ સીટના ઉમેદવાર રાજલબેન વિશાલભાઇ ફાગલીયા, લોધીકા 1 સીટના કિશોરભાઇ વસોયા, લોધીકા-2 સીટના ઉમેદવાર ભરતસિંહ જાડેજા, પારડી-2 દિગ્વિજયસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ભુવા, છગનભાઇ ગરડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, જિલ્લા ભાજપ અગ્રણી ચેતન રામાણી, જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડીયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજા, રાજકોટ લોધીકા સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધારા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિરૂઘ્ધસિંહ ડાભી, પૂર્વ ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, પૂર્વ યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઇ મોરડ, દેવગામ સરપંચ વિશાલભાઇ ફાગલીયા, ઢોલરા સરપંચ દિનેશભાઇ બગથરીયા, ગોપાલસિંહ જાડેજા મુન્નાભા જાડેજા, મોટાવડા લક્ષ્મી ઇટાળા, સરપંચ લાખાભાઇ ચોવટીયા, પૂર્વ પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, મોહનભાઇ ખુટ યુવા ભાજપના જયેશભાઇ લાખાભાઇ સાગઠીયા, રોહિત દાફડા, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, જનસંઘના પરબતબાપા છગનભાઇ મોરડ, પ્રવિણભાઇ વેકરીયા, દિનેશભાઇ મૈત્રા, ડો.પ્રકાશ વિરડા, નાથુભાઇ કુગશીયા, વાજડી વડના ઉમેદવાર તેમજ દેવગામના કાર્યકરો વાજડી વડના અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ ડાભી, લોધીકાના સરપંચ જેન્તીભાઇ વસોયા, ઉપસરપંચ રાહુલ કુમાર જાડેજા તેમજ તાલુકાના આગેવાનો સરપંચો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડીયા તેમજ મહામંત્રી દિલીપભાઇ કુંગશીયાએ સંભાળેલ.

મોહનભાઇ દાફડાને 22 ગામના આગેવાનો-સરપંચોનું જબ્બર સમર્થન
જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મોહનભાઇ દાફડા તેમજ પારડી 26 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા તથા તાલુકા પંચાયતની 16 સીટના ઉમેદવારનો ભવ્ય વિજય થશે મોહનભાઇ દાફડાને 8 સીટના 22 ગામના સરપંચશ્રીઓ આગેવાનોનું પુરૂ સમર્થન છે મોહનભાઇ દાફડા તેમજ તેમાં ઉમેદવારોનો ભવ્ય વિજય થશે.


Related News

Loading...
Advertisement