રાજકોટ મ્યુ. કોર્પો.ની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થતા જ રોમાંચ સાથે ઉત્સુકતા

23 February 2021 12:43 PM
Rajkot ELECTIONS 2021
  • રાજકોટ મ્યુ. કોર્પો.ની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થતા જ રોમાંચ સાથે ઉત્સુકતા

કેન્દ્રોની બહાર રાજકીય કાર્યકરો-હોદ્દેદારોનો જમાવડો : ભા.જ.પ. એ પ્રારંભમાં જ લીડ પકડતા ભારત માતાકી જયના નારા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકોની મતગણતરી સવારના 9 વાગ્યાથી મહિલા કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ, વિરાણી સ્કૂલ, એ.વી.પી.ટી.આઇ માલવીયા કોલેજ અને રણછોડદાસબાપુ હોલ એમ છ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત હેઠળ પ્રારંભ થતા જ પરિણામ અંગે નગરજનોમાં ભારે ઉત્સુકતા છવાઇ જવા પામી હતી. મતગણતરી કેન્દ્રોની આસપાસ ભા.જ.પ.-કોંગ્રેસ-આપ સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો અને હોદ્દેદારો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા છે. પ્રારંભમાં બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. જોકે પ્રથમ રાઉન્ડથી જ ભા.જ.પ. એ લીડ પકડતા રોમાંચ સાથે કેસરીયો માહોલ છવાય જવા પામેલ હતો અને મતગણતરી કેન્દ્રોની બહાર કાર્યકરો ભારત માતાકી જયના નારા લગાવતા નજરે પડયા હતા. મત ગણતરી દરમિયાન કયાં કોની પેનલ આગળ -પાછળના ટ્રેન્ડ માટે ભારે રોમાંચ સાથે ઉત્સુકતા સતત છવાયેલી જોવા મળી હતી.

રાજકોટ કલેક્ટર ઓફિસમાં ધમધમાટ
કલેક્ટર ઓફિસના કંટ્રોલરૂમમાં શહેરના તમામ 6 કાઉન્ટીંગ સેન્ટરેથી અપડેટ મેળવતા અધિકારીઓ તસવીરમાં નજરે પડે છે.

Related News

Loading...
Advertisement