કોડીનાર તા. 23
કોડીનાર તાલુકાના છાછર ગામે આર.એસ.એસના કાર્યકર્તાઓ ઉપર લધુમતી સમાજના કેટલાક અસામાજીક અને આવારા તત્વો દ્રારા જીવલેણ હુંમલો કરવાના બનાવ અંગે પોલીસે 12 શખ્સોને રાઉન્ડ અપ કરી સધન પુછપરછ હાથ ધરી છે. દરમ્યાન હુમલો લોકો સામે કડક પગલા ભરવા અને છાસવારે બનતા બનાવો રોકવા માટે આરોપીઓ સામે કડક પગલા ભરવાની માંગ સાથે આજે કોડીનાર અને ડોળાસાગામના સમગ્ર હિન્દુ સમાજના વેપારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખી કાઢી ને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધન કરતુ એક વિસ્તૃત આવેદન પત્ર કોડીનાર મામલતદાર અને પી.આઈને આપ્યુ હતુ. આવેદન પત્ર માં જણાવ્યુ હતુ કે, છાછર ગામના મનસુખભાઈ વલ્લભાઈ ગોડીયા રાષ્ટ્રવાદી અને સેવાકીય પ્રવૃતિ કરતા હોઈ આજગામના કેટલાંક અસામાજીક પ્રવૃતિ કરનાર તત્વને ગમતુ નહોઈ તેમને યેનકેન પ્રકારે હેરાન કરવા માટે ગત તા. 19/2 નારોજ મનસુખભાઈના દિકરીઓ બજારમાં ખરીદી કરવા જતા કેટલાક અસામાજીક તત્વોએ તેમના ઉપર હુમલો કર્યોં હતો બાદ આ તત્વો સામે મનસુખભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. જેની સામે આ ઈસમો એ મનસુખભાઈ સામે કોડીનાર પોલીસ માં ફરીયાદ આપી હતી.
આમ આ બનાવની પોલીસ માં સામ સામી ફરીયાદો થઈ હતી જેની પોલીસ તપાસ ચાલુ હતી એ દરમ્યાન કોડીનાર આર.એસ.એસના કાર્યકર્તા અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા જીેજ્ઞેશ પરમાર, પિયુષભાઈ ભટ્ટ, જેન્તીભાઈ ગોહીલ, ગોપાલભાઈ વાળા, વિજયભાઈ ખખર, રવિભાઈ પઢીયાર, વિગેરે મનસુખભાઈના ધરે તેમના લોકો રાત્રે 10 વાગ્યે હરેશભાઈના ધર તરફ જતા હતા ત્યારે છાછર ગામના કેટલાક અસામાજીક તત્વો એ મોટુ ટોળુ રચીને તિણ હથિયારો વડે ઉપરોકત તમામ ઉપર હુંમલો કરી દીધો હતો
જેનાં હુંમલો કરનાર તત્વોમાં રજીક જીખા ચૌહાણ, શબીર રહેમાન અફજલ ગફાર વાકોટ, અનીશ મહેમુદ નકવી, રહીમરઆ ફીરોઝ બચુ વાકોટ, સાજીદ ઈકબાલ, મજીદભીખા, રીઝવાન મુરધીવાળો સહિતના ઓએ હુંમલો કરતાં જેમાં જીજ્ઞેશ પરમાર ગંભીર રીતે ધાયલ થતાં તેને જુનાગઢ દવાખાને ખસેડાયેલ છે. જે બાબતની 21 તારીખે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક બનાવમાં સંડોવાયેલ 12 ઈસમોને રાઉન્ડઅપકરી લીધા હતા પોલીસે 307 સહિત અનેક વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આજે અપાયેલા આવેદન પત્રમાં અધાપણ આક્ષેપો કરાયા છે
કે આ હુંમલાના બનાવમાં સંડોવાયેલા અસામાજીક તત્વો રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા હોવાનું અને ગેરકાયદે હથીયારો તથા દારૂગોળા જેવા સ્કોટર પદાર્થો પણ તેમના નિવાસ સ્થાન અને નજીક કરેલા સ્થળો એ છુપાવતા હોઈ આબાબતની ગંભીર પણે નોંધ લઈ કોડીનાર તાલુકાની શાંતી ડખોળવા કરનાર તત્વો સામે દાખલરૂપ પગલા લેવા માંગણી કરાય છે રેલી દરમ્યાન કોડીનારના તમામ હિન્દુ સમાજના વેપારીઓ એ બપોર સુધીમાં પોતાનાં રોજગાર ધંધા બંધરાખી વિરોધ પ્રદશિત કર્યો હતો.
બનાવ અંગે કોડીનાર ઈન્ચાર્જ પી.આઈ.સંદિપકુમાર ચુડાસમાં એ બનાવ બાદ તુરતજ12લોકોને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી છે. તેમજ વિડીયો કુટેજ તથા સી.સી.ટીવી કેમેરાની તપાસ બાદ જે કોઈ બનાવમાં સંડાવાયેલા હશે તેમને છોડવામાં નહી આવે તેમ જણાવીને કોઈ અફવા નફેલાવે તેવી અપીલ કરી હતી.