અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પાંચ લાખ થતા દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો

23 February 2021 12:32 PM
World
  • અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પાંચ લાખ થતા દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ: વ્હાઈટ હાઉસમાં પ્રાર્થના: કોઈ પણ યુદ્ધ કરતા વાયરસે આ દેશમાં સૌથી વધુ ભોગ લીધો

વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના સંક્રમણ પાછળ હટવાનું નામ લેતો નથી અને અહી કોરોનાથી મૃત્યુની સંખ્યા પાંચ લાખ ઉપર જતા અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ યુદ્ધમાં કુલ જેટલા લોકો મર્યા નથી તેટલા મૃત્યુ ફકત કોરોનામાં જ થયા છે. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ 4.05 લાખ સૈનિકોની ખુવારી સહન કરવી પડી હતી. વિયેતનામ યુધ્ધમાં 58000 અને કોરીયાઈ યુદ્ધમાં 36000 સૈનિકોના જીવન ગુમાવ્યા હતા અને હવે પાંચ લાખથી વધુ લોકો માર્યા જતા અમેરિકાના મીલોરી કેસાસ સીટી જેટલી વસતી એકલા કોરોનામાં ગુમાવી છે.


અમેરિકાની જોન્સ હેપકીન્સ યુનિ.ના અભ્યાસ મુજબ અત્યાર સુધીમાં કોરોનાથી જે મૃત્યુ થયા છે તે 2019માં અમેરિકામાં શ્વાસની કે પછી પક્ષઘાત- ન્યુમોનીયા વિ. બિમારીથી થતા મોતથી વધુ છે. 1918માં અમેરિકામાં ઈન્ફલુએન્ઝા બાદ 102 વર્ષમાં આટલા લોકોના મૃત્યુ થયા નથી. અમેરિકી સરકારે પાંચ લાખના મૃત્યુ થતા દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો અને પાંચ દિવસ સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે. પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં ગઈકાલે બે મીનીટનું મૌન જાળવ્યું હતું અને હવે જૂન 2021 સુધીમાં અમેરિકામાં મૃત્યુનો આંકડો 5.89 લાખ થઈ જશે. અમેરિકામાં ડિસેમ્બરના મધ્યથી કોરોનાનું વેકસીનેશન શરુ થયુ છે પણ હજુ તેની અસર બે માસથી વધુ સમય થયો છતાં હજું નજરે પડતી નથી. અમેરિકામાં કોરોનાથી પ્રથમ મૃત્યુ 2020ના ફેબ્રુઆરીમાં થયું હતું અને 1 લાખ અને ચાર માસ લાગ્યા હતા.


Related News

Loading...
Advertisement