ગુજરાતમાં 6000 કરોડનું નવું રોકાણ

23 February 2021 12:29 PM
Gujarat
  • ગુજરાતમાં 6000 કરોડનું નવું રોકાણ

4 કંપનીઓના પાંચ પ્રોજેકટને રાજય સરકારની મંજુરી

ગાંધીનગર તા.23
રોકાણની દ્રષ્ટીએ ગુજરાતમાં વર્ષ 2021ની શરુઆત પોઝીટીવ રહી હોય તેમ રાજય સરકારે 6000 કરોડનું રોકાણ ધરાવતા ચાર કંપનીઓના પાંચ પ્રોજેકટોને મંજુરી આપી છે. ધોલેરા તથા હાલોલમાં કંપનીઓ ઉત્પાદન પ્લાન્ટ શરુ કરશે.ધોલેરા ખાતે 2થી4 ગીગાવોટના સોલાર મોડયુલ સેલ ઉત્પાદન તથા લીથીયમ બેટરીના ઉત્પાદન માટે 4000 કરોડના રોકાણ સાથેના રીન્યુ સક્ષમ ઉર્જા પ્રાઈવેટ લીમીટેડના પ્રોજેકટને સરકારે મંજુરી આપી છે તે માયે 110 એકર જમીન ફાળવવામાં આવી છે.


આ સિવાય ડાયપર ઉત્પાદન કરતી કંપનીના હાલોલ ખાતેના પ્લાન્ટને મંજુરી આપવામાં આવી છે. તેમાં 1000 કરોડનું રોકાણ થશે. કંપની ટેકસટાઈલ તથા હાઈજીન પ્રોડકટનું ઉત્પાદન કરશે.
ફર્નીચર ઉત્પાદક કંપની મેરીનોના 630 કરોડનું રોકાણ ધરાવતા પ્રોજેકટને પણ મંજુરી આપવામાં આવી છે. ફર્નીચર ઉત્પાદન માટેની વિવિધ સવલતો સાથે કંપની હાલોલમાં પ્લાન્ટ ઉભો કરશે. એ જ રીતે ટ્રાફેલગરના 250 કરોડનું રોકાણ ધરાવતા પ્રોજેકટને પણ રાજય સરકારે મંજુરી આપી છે. પ્લાસ્ટીકના વિકલ્પની પ્રોડકટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત 325 કરોડના રોકાણ સાથે ઓટોમોટીવ-ગ્લાસ ઉદ્યોગ માટે વેલ્યુ એડેડ પ્રોડકટનું ઉત્પાદન કરવાની પણ દરખાસ્ત છે.મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ મનોજ દાસે જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં રોકાણની દરખાસ્તો છે. વિશ્ર્વભરમાં કોરોનાનો કહેર હોવા છતાં ગુજરાતમાં નવું રોકાણ આવ્યુ છે.


Related News

Loading...
Advertisement