ભાવનગર તા. 23
આનો રાજયની મહાનગરપાલિકા ઓની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં મત ગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાર્યો છે. આ અંગે જાણવા વિગત મુજબ હાલ રાજયની મહાનગર પાલિકાઓની ચુંટણીના મતોની ગણતરી ચાલી રહી છે. જેમાં પ્રારંભિક ગણતરીમાં ભાજપ સરસાઈમાં આગળ છે. દરમિયાન ભાવનગર ખાતે મત ગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હોવાના અહેવાલો છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોંગ્રેસે ઓછુ મતદાન થવા છતા વધારે લીડનો આરોપ મૂકયો છે, ઈવીએમમાં ગરબડ આક્ષેપ કર્યો છે.