સુરતમાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ કરતા ‘આપ’ને વધુ બેઠકોમાં લીડ: જામનગરમાં પણ એક વોર્ડમાં ‘આપ’ આગળ

23 February 2021 12:26 PM
Surat ELECTIONS 2021 Politics
  • સુરતમાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ કરતા ‘આપ’ને વધુ બેઠકોમાં લીડ: જામનગરમાં પણ એક વોર્ડમાં ‘આપ’ આગળ

સુરત તા.23
સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનની 120 બેઠકો માટે સવારથી મતગણતરી શરુ થઈ હતી તેમાં એક રસપ્રદ સંકેતો ઉઠયા હતા કે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો વધુ બેઠકોમાં સરસાઈ ધરાવતા હતા.પ્રથમ બે કલાકની મતગણતરીના પ્રારંભીક ટ્રેન્ડમાં 35 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને લીડ હતી જયારે 10 બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા જયારે 14 બેઠકોમાં ‘આપ’ જેવા ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા. વોર્ડ નં.14માં ચારમાંથી ત્રણ બેઠકોમાં ‘આપ’ના ઉમેદવાર આગળ હતા. વોર્ડ નં.16 તથા વોર્ડ નં.2માં ‘આપ’ની આખી પેનલ આગળ હતી. વોર્ડ નં.1માં પણ ‘આપ’ના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા.આજ રીતે જામનગરમાં પણ ‘આપ’ની એન્ટ્રી થવાના સંકેત હોય તેમ એકાદ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા.


Related News

Loading...
Advertisement