ભાવનગર તા.23
મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમ્યાન આ લખાય છે ત્યારે અત્રે વોર્ડ નં.11માં ભાજપની પેનલની જીત થઈ છે તો વોર્ડ નં.7માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં.1માં પેનલ તૂટી છે.
ભાવનગર મહાપાલિકાની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં વહિવટી તંત્રએ સજ્જડ વ્યવસ્થાઓ કરી હતી. બપોર સુધીમાં મોટા ભાગના પરિણામો આવી જતાં પ્રારંભે વિજેતા થયેલા ભાજપના ઉમેદવારો ઉપરની તસવીરોમાં નજરે પડે છે. (તસવીર/અહેવાલ : વિપુલ હિરાણી)