ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા

23 February 2021 12:23 PM
ELECTIONS 2021 Politics Saurashtra
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા
  • ભાવનગરમાં ભાજપની ‘સીકસર’ ; જામનગરમાં પણ કેસરિયા

સૌરાષ્ટ્રની બંને મહાપાલિકામાં ભાજપ જંગી બહુમતી તરફ : જામનગરમાં ચાર બેઠકમાં ‘આપ’ આગળ! :ગોહિલવાડના વોર્ડ નં.7-11માં ભાજપના ઉમેદવારો સડસડાટ નીકળ્યા : જામનગરમાં સવારે 11 બેઠક પર કમળ ખીલી ગયું : વોર્ડ નં.13માં ગાબડુ : કોંગ્રેસના ધવલ નંદા જીત્યા:

ભાવનગર/જામનગર તા.23
સૌરાષ્ટ્રના જામનગર અને ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતરી થતા બંને મહાનગરોમાં ફરી કેસરીયો લહેરાયો છે. ભાવનગર કોર્પો.માં સતત છઠ્ઠી વખત ભાજપનું શાસન આવી રહ્યું છે.જામનગરમાં પણ પ્રારંભે 64 પૈકી 20 બેઠકમાં સવારે ભાજપ જીત તરફ છે. ચાર બેઠક કોંગ્રેસને મળી હતી તો અન્ય પક્ષને પણ ચાર બેઠક મળી છે.


ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ સતત છઠ્ઠી વખત વિજય મેળવશે. મતગણતરી દરમ્યાન 8 બેઠકો ભાજપને પ્રાપ્ત થઇ છે ત્યારે અન્ય બેઠકોમાં પણ આગળ છે. આથી ભાજપ ફરી શાસન સંભાળવા જઇ રહી છે.ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. 13 વોર્ડની પ2 બેઠકો પૈકી આ લખાય છે ત્યારે બે વોર્ડની મતગણતરી પૂરી થતાં બંને વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં.11 દ.સરદારનગર વોર્ડમાં ભાજપનાં ઉમેદવારો મહેશભાઇ વાજા, ભાવનાબેન ત્રિવેદી, કિશોર ગુરૂજીયાણી અને મોનાબેન મકવાણા વિજય થયા છે. જયારે વોર્ડ નં.7 તખ્તેશ્ર્વર વોર્ડમાં ભાજપનાં ઉમેદવારો હિરાબેન વિંઝુડ, ભાવનાબેન દવે, ભરતભાઇ બાશુ અને ભાવેશભાઇ મોટી વિજેતા થયા છે. કોંગ્રેસ માત્ર 1 બેઠક ઉપર આગળ છે.


ટોળા ઉમટયા
ભાવનગર મહાનગરની યોજાયેલ ચૂંટણીનું મતગણતરીની કામગીરી આજે સવારે 9 વાગે શહેરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે શરૂ કરાઇ હતી. ભાવનગરનાં 13 વોર્ડની પ2 બેઠકો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થયુ હતું. આજે સવારે ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતગણતરી શરૂ કરાઇ હતી. સરકારી ઇજનેરી કોલેજ ખાતે જુદા-જુદા બે બિલ્ડીંગમાં વોર્ડ વાઇઝ 4 સ્ટ્રોંગ રૂમ તથા 4 મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.1 થી 3 માટે રૂમ નં.403 અને વોર્ડ નં.4 થી 6 માટે રૂમ નં.305, વોર્ડ નં.7 થી 10 માટે રૂમ નં.469 અને વોર્ડ નં.11 થી 13 માટે રૂમ નં.309 ખાતે એકી સાથે મતગણતરીનો પ્રારંભ થયો હતો. મતગણતરી દરમ્યાન કોંગ્રેસ, ભાજપ, આપનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


જામનગર
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકની મતગણતરીમાં વોર્ડ નં.5 માં ભાજપની પેનલના વિજય સાથે મહાનગરપાલિકામાં ખાતુ ખોલાવ્યું હતું અને સાથે સાથે વોર્ડ નં.9ની ભાજપની પેનલે પણ વિજય મેળવ્યો હતો. જ્યારે વોર્ડ નં.13માં ભાજપનો ત્રણ બેઠક ઉપર વિજય થયો હતો. જ્યારે એક બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી.જામનગર મહાનગરપાલિકાની હરિયા કોલેજ ખાતે શરૂ થયેલી મતગણતરીમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના હરીફ ઉમેદવાર કરશનભાઇ કરમુર સહિતના ચારેય ઉમેદવારનો પરાજય થયો હતો.

વોર્ડ નં.5માં ભાજપના કિશનભાઇ માડમ, આશિષ જોષી, બિનાબેન કોઠારી અને સરોજબેન પટેલનો વિજય થતાં કાર્યકરોમાં આનંદનું મોજુ ફેલાયું હતું અને મહાનગરપાલિકામાં વોર્ડ નં.5માં ભાજપની પેનલના વિજય સાથે ભાજપના શ્રીગણેશ થયા હતાં. મતગણતરીની શરૂઆતના સમયમાં આમ આદમી પાર્ટીના કરશનભાઇ કરમુર 400 મતથી આગળ રહ્યાં હતાં. ત્યારબાદ ભાજપની પેનલ આગળ નિકળી જતાં ભાજપની પેનલનો વિજય થયો હતો અને કોંગ્રેસના ચારે ઉમેદવાર શિતલ સમીરભાઇ પંડ્યા, ભાવનાબેન હસમુખભાઇ ખેતાણી, રામદેવ પરબતભાઇ ઓડેદરા અને કેતનકુમાર પ્રવિણચંદ્ર દોઢિયાની હાર થઇ હતી.મહાનગરપાલિકાના વોર્ડ નં.9ની મતગણતરીમાં ભાજપની પેનલ શરૂઆતથી જ આગળ રહી હતી અને જેમાં છેલ્લા રાઉન્ડના અંતે ભાજપની પેનલના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર કરાયા હતાં. જેમાં નિલેશ કગથરા, ધીરજ મોનાણી, ધર્મિનાબેન સોઢા અને કુસુમબેન પંડ્યાનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવાર બંટીબેન ધિરેનભાઇ માંડલિયા અને અશોકકુમાર ત્રિવેદીની હાર થઇ હતી.


વોર્ડ નં.13
વોર્ડ નં.13 કે જે ભાજપનો ગઢ ગણાય છેે. આ વખતે ભાજપન અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી પ્રચારના સમયથી જ રાજકીય જીતના દાવાઓ કરવામાં આવી રહ્યાં હતાં. તયારે આજે મતગણતરી દરમિયાન ભાજપની પેનલ તૂટી હતી અને કોંગ્રેસે એક બેઠક પર કબ્જો કર્યો હતો. આ વોર્ડમાં ભાજપના કેતનભાઇ નાંખવા, પ્રવિણાબેન રૂપાળિયા અને બબીતાબેન લાલવાણીની જીત થઇ હતી. જ્યારે ભાજપના ઉમેદવાર મોહિતભાઇ મંગીની કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદા સામે હાર થઇ હતી અને મહાનગરપાલિકામાં વોર્ડ નં.13ના કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદાએ જીત મેળવીને પ્રથમ કોંગ્રેસની બેઠકના શ્રીગણેશ કર્યા હતાં.


જૂનાગઢ વોર્ડ નં.6માં કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ 61 મતે વિજેતા
જૂનાગઢ તા.23જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં વોર્ડ નં.6 કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. વોર્ડ નં.1પમાં મતગણતરી શરૂ છે.જૂનાગઢ વોર્ડ નં.6ની મતગણતરી પૂર્ણ થતાં કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ પણસારાને 2687 મત મળ્યા હતા સાથે 61 મતે વિજેતા જાહેર થયા હતા. હરીફ ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ રામાણીને 2625 મત મળ્યા હતાં.Related News

Loading...
Advertisement