ભાવનગર, તા. ર3
ભાવનગરની સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સર ટી. હોસ્પિટલના પરિસરની કેન્સર હોસ્પિટલનાં ત્રીજા માળેથી વલ્લભીપુર તાલુકાના ભોજપરા ગામનાં યુવાન સુનીલભાઇ સવજીભાઇ ડાભી (ઉ.વ.37)એ ઝંપલાવતા તેનું ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ગંભીર બીમારીથી કંટાળી યુવાને આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.