દેશમાં કોરોના કેસ 14,000: મહારાષ્ટ્રમાં સૌથી વધુ

23 February 2021 12:05 PM
India
  • દેશમાં કોરોના કેસ 14,000: મહારાષ્ટ્રમાં સૌથી વધુ

ફરી એકટીવ કેસની સંખ્યા 1.50 લાખથી વધી : કેરાળા-પંજાબ પણ ચિંતાજનક રાજયો: મૃત્યુ 83: કેન્દ્ર સરકાર વધુ એકશનમાં

નવી દિલ્હી તા.23
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણના પોઝીટીવની સંખ્યા 14000 થઈ છે અને મહારાષ્ટ્ર સહીત પાંચ રાજયમાં 86% કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ગઈકાલે 6971 નવા કેસ નોંધાયા છે અને કેરાળાએ 4070 કેસ નોંધાયા છે. તામિલનાડુમાં 452, કર્ણાટકમાં 413 અને પંજાબમાં 348 કેસ નોંધાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે દેશમાં 10570 કેસ નોંધાયા હતા.


મહારાષ્ટ્ર, પંજાબ, કેરાળામાં ચિંતાજનક કેસ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મૃત્યુ થયા છે અને દેશમાં હવે એકટીવ કેસની સંખ્યા 1,50,055 થઈ છે. કેન્દ્રએ તમામ રાજયોને હવે સંક્રમણને આગળ વધતો રોકવા માટે બહુપાંખીયો વ્યુહ અપનાવવા જણાવાયું છે.


મહારાષ્ટ્રમાં બેકાબુ બનેલા કોરોનાએ ઉદ્ધવ ઠાકરે સરકારનું મંત્રી મંડળ પણ ઝપટમાં આવી ગયું છે અને સરકારના 43માંથી 26 મંત્રીઓ કોરોના પોઝીટીવ થઈ ચૂકયા છે અને તેમાં પાંચ મંત્રીઓને ગત સપ્તાહે જ પોઝીટીવ બન્યા હતા જેમાં છેલ્લે છગન ભૂજબળનો પણ સમાવેશ થાય છે. જો પક્ષવાર જોઈએ તો એનસીપીના 16માંથી 13 મંત્રી કોરોના પોઝીટીવ જાહેર થયા છે. કોંગ્રેસના સાત અને શિવસેનાના પાંચ મંત્રીઓ સંક્રમીત થઈ ચૂકયા છે. મહારાષ્ટ્રમાં અગાઉ ગત વર્ષે 10-30 ડિસેમ્બર વચ્ચે સૌથી વધુ પોઝીટીવ કેસ હતા અને હવે મુંબઈ, પુના બાદ વિદર્ભમાં પણ કોરોના પોઝીટીવના કેસ વધવા લાગ્યા છે.
રાજયના યવતમાલ, અમરાવતી, અકોલામાં કોરોનાના આંકડા ડરામણા થઈ રહ્યા છે. યવતમાલમાં પોઝીટીવ કેસ સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં ડબલ છે.


Related News

Loading...
Advertisement