નવી દિલ્હી તા.23
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન શ્રીલંકાના પ્રવાસે જઈ રહ્યા છે અને તેઓ અફઘાનીસ્તાનના પ્રવાસે પણ જનાર છે. તે સમયે શ્રીલંકાના પ્રવાસ માટે પાકિસ્તાનના વડાપ્રધાનના વિમાનને ભારત પરથી ઉડવા દેવાની મંજુરી આપવામાં આવી છે. 10 દિવસ અગાઉ પાકિસ્તાન દ્વારા ઈમરાનખાનના વિમાનને ઉડ્ડયનની મંજુરી માંગવામાં આવી હતી જે આપવામાં આવી છે. પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની યુરોપ મુલાકાત સમયે તેમના વિમાનને પાકિસ્તાન પરથી ઉડવાની મંજુરી આપી ન હતી.