બે દિવસની સ્થિરતા બાદ ફરી ઝટકો: પેટ્રોલ 34 પૈસા, ડિઝલ 38 પૈસા મોંઘુ

23 February 2021 12:00 PM
India Top News
  • બે દિવસની સ્થિરતા બાદ ફરી ઝટકો: પેટ્રોલ 34 પૈસા, ડિઝલ 38 પૈસા મોંઘુ

ફેબ્રુઆરીમાં જ પેટ્રોલમાં 4.48 તથા ડિઝલમાં 5.22નો ભાવવધારો

રાજકોટ તા.23
દેશમાં સળંગ 12 દિવસ પેટ્રોલ-ડિઝલ મોંઘા થયા બાદ છેલ્લા બે દિવસની સ્થિરતા પછી આજે ફરી ઝટકો લાગ્યો છે. પેટ્રોલમાં 34 પૈસા તથા ડિઝલમાં 38 પૈસાનો મોટો ભાવવધારો થયો છે.વિશ્વબજારમાં ક્રુડતેલની તેજીની અસરે ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો છે. કેન્દ્ર સરકારની ધરખમ એકસાઈઝ તથા રાજયોના વેટના કારણે દેશભરમાં ભાવો ઉંચા છે અને લોકોમાં જબરો ઉહાપોહ છે. સળંગ 12 દિવસ ભાવવધારા પછી રવિ-સોમ એમ બે દિવસ ભાવમાં કોઈ બદલાવ થયો ન હતો. સ્થિર રહ્યા હતા પરંતુ આજે ફરી લોકોને ઝટકો આપવામાં આવ્યો હોય તેમ ઈંધણ મોંઘા કરવામાં આવ્યા છે.


રાજકોટમાં આજે પેટ્રોલ 34 પૈસાના ભાવવધારાથી 87.86 થયુ હતુ. ડિઝલનો ભાવ 38 પૈસા વધીને 87.38 થયો હતો.ચાલુ ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલમાં 4.48 રૂપિયા તથા ડિઝલમાં રૂા.5.22 રૂપિયાનો ભાવવધારો થઈ ચૂકયો છે. મોંઘા ઈંધણને કારણે લોકોમાં જબરો ઉહાપોહ છે. ચાર રાજયોએ લોકોને રાહત આપવા માટે ટેકસમાં ઘટાડો કર્યો છે છતાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ એકસાઈઝ રાહત આપવામાં આવતી નથી. કેન્દ્ર સરકારે તો ટેકસમાં ઘટાડો કરવાનો સાફ ઈન્કાર કરી જ દીધો છે. સળંગવૃદ્ધિ વચ્ચે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવો નવી ઉંચાઈએ પહોંચ્યા છે. રાજસ્થાનના ગંગાનગર જેવા શહેરોમાં પેટ્રોલના ભાવ રૂા.100 થી પણ વધુ છે. અનેક શહેરોમાં ભાવ રૂા.90થી વધુ છે.


Related News

Loading...
Advertisement