તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો

23 February 2021 11:49 AM
ELECTIONS 2021 Gujarat Politics
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો
  • તમામ 6 કોર્પોરેશનમાં કેસરિયો

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગર મહાપાલિકાની પ્રારંભિક મતગણતરી ટ્રેન્ડમાં જ ભાજપને નિર્ણાયક લીડ: કોંગ્રેસના બુરા હાલ:સુરતમાં તો કોંગ્રેસ કરતા પણ અપક્ષ-અન્ય પક્ષોને વધુ બેઠકોમાં લીડ:રાજકોટ-ભાવનગરમાં શરૂઆતના તબકકે ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય કોઈના ખાતા ન ખુલ્યા

રાજકોટ તા.23
રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરીના પ્રારંભે તમામ છ કોર્પોરેશનમાં પ્રારંભીક ટ્રેન્ડમાં ભાજપનો ઘોડો વીનમાં હોવાના સંકેત ઉપસ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર તથા ભાવનગર એમ તમામ છ શહેરોમા ભાજપને લીડ છે.રાજયના છ શહેરોની કોર્પોરેશન માટે રવિવારે ચૂંટણી થઈ હતી. આજે સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. કોરોના ગાઈડલાઈનને કારણેમતગણતરી માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભીક ટ્રેન્ડમાં તમામ છ શહેરોમાં ભાજપને લીડ છે અને બહુમતી તરફ પાર્ટી આગળ ધપતી હોવાના નિર્દેશ સાંપડયા હતા.


અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં 192 બેઠકો છે. વસ્ત્રાલ, વાડજ સહિતના વિસ્તારોના વોર્ડમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પ્રારંભીક ટ્રેન્ડમાં 60 બેઠકો પર ભાજપને લીડ હતી. કોંગ્રેસને માત્ર 12 બેઠકોમાં સરસાઈ હતી.સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં પણ ભાજપને પ્રારંભીક ધીંગી સરસાઈ હતી. 120 બેઠકોમાં 32માં ભાજપને લીડ હતી. કોંગ્રેસને 10 બેઠકોમાં સરસાઈ હતી. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ કરતા પણ અન્ય પક્ષો- અપક્ષોની સરસાઈ ધરાવતી બેઠકોની સંખ્યા વધુ હતી.


રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની 72 બેઠકોની પ્રારંભીક ગણતરીમાં ભાજપનો ‘સપાટો’ હોય તેમ ભાજપની 20 બેઠકોમાં સરસાઈ સામે કોંગ્રેસને માત્ર બે બેઠકોમાં લીડ હતી. 7,10,1 સહિતના વોર્ડોમાં આખી પેનલ જ સરસાઈ ધરાવતી હતી. પેનલો તૂટવાની અટકળો પ્રારંભીક તબકકે સાચી પડવા વિશે આશંકા વ્યક્ત થતી હતી.વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનમાં 76 બેઠકો છે. પ્રારંભીક ટ્રેન્ડ પ્રમાણે 18માં ભાજપને તથા 4માં કોંગ્રેસને લીડ હતી.


જામનગર કોર્પોરેશનની 64 બેઠકોમાંથી 20માં ભાજપને તથા 4માં કોંગ્રેસને લીડ હતી. ભાવનગરમાં 52માંથી 20 બેઠકોમાં ભાજપ તથા 4માં કોંગ્રેસને લીડ હતી.રાજયની તમામ છ કોર્પોરેશનમાં ભાજપનો સપાટો રહ્યો છે અને પ્રારંભીક ટ્રેન્ડમાં જ નિર્ણાયક લીડ તરફ આગળ ધપી રહ્યાના સંકેત ઉઠવા લાગ્યા હતા.રાજયની છ કોર્પોરેશનની 576 બેઠકોમાંથી 180માં ભાજપ, 40માં કોંગ્રેસ તથા 21માં અન્ય પક્ષો કે અપક્ષોને સરસાઈ હતી. 576 બેઠકોમાં કુલ 2276 ઉમેદવારો હતા તેમાં ભાજપના 577, કોંગ્રેસના 566, આમ આદમી પાર્ટીના 470, એનસીપીના 91, અન્ય પાર્ટીના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતાં.ભાજપને પ્રારંભીક મતગણતરીમાં જ નિર્ણાયક લીડ મળવા લાગ્યાને પગલે ભાજપ છાવણીના ઉત્સાહના ઘોડાપુર ઉમટયા હતા જયારે કોંગ્રેસની છાવણીમાં સોંપો હતો.

મતગણતરી કેન્દ્રોએ ઉતેજના: આગેવાનો-કાર્યકરો ઉમટયા ગુજરાતની છ મ્યુનીસીપલ કોર્પોરેશનની મતગણતરી આજે સવારથી ઉતેજનાભર્યા વાતાવરણમાં શરુ થઈ હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બેલેટ બોકસ તથા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાંથી મતગણતરી કેન્દ્રો પર મોકલવામાં આવ્યા બાદ રાજકીય પક્ષો- નેતાઓની હાજરીમાં સીલ ખોલવામાં આવ્યા હતા. મતગણતરી કેન્દ્રોની અંદર તથા બહાર જબરી ઉતેજના હતી. કાર્યકરોના ટોળા ઉમટયા હતા.


Related News

Loading...
Advertisement