રાજકોટ: ગુજરાતમાં ચાલી રહેલી મહાપાલિકાની મતગણતરીમાં સૌની નજર રાજયના સૌથી મોટા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં 192 બેઠકોમાંથી 92 બેઠકોના ટ્રેન્ડ મળી રહ્યા છે. જયાં 70માં ભાજપ 16માં કોંગ્રેસ અને અન્ય 6 બેઠકો પર આગળ છે અને સૌથી રસપ્રદ સ્થિતિ એ છે કે ગુજરાતમાં પ્રથમ વખત કોઈપણ ચૂંટણી લડવા આવેલા એઆઈએમઆઈએમ અસદુદીન ઔવેસીના પક્ષને પ્રથમ સફળતા મળે તેવા સંકેત છે અને મુસ્લીમ બહુમતી ધરાવતા બહેરામપુરમાં આ પક્ષની પેનલ આગળ દોડી રહી છે. મહાનગરમાં મોટાભાગના વોર્ડ જેમાં ગણતરીને રૂસાન મળ્યા છે તેમાં ભાજપ નવા અમદાવાદ સહીતના વોર્ડમાં આગળ છે. દરિયાપુર અને ચાંદખેડામાં કોંગ્રેસની પેનલ આગળ છે. થલતેજ-વસ્ત્રાલ-જોધપુર સહિતના વોર્ડમાં ભાજપ આગળ છે. છેલ્લા 15 વર્ષની ત્રણ મહાપાલિકા ચૂંટણીમાં સૌથી ઓછા મતદાન વચ્ચે પણ ભાજપે સરસાઈ જાળવી રાખી છે. જો કે અમદાવાદમાં દાણીલીમડા સહીતના વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની જબરી ટકકર છે અહી 191 બેઠકો માટે 771 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે અગાઉ જ એક બેઠક બિનહરીફ મેળવી છે.