બ્રિટને નિયંત્રણો હટાવવા રોડમેપ જાહેર કર્યો: 21 જૂન સુધીમાં ‘લાઈફ નોર્મલ’ થશે

23 February 2021 10:41 AM
World
  • બ્રિટને નિયંત્રણો હટાવવા રોડમેપ જાહેર કર્યો: 21 જૂન સુધીમાં ‘લાઈફ નોર્મલ’ થશે

નવા કેસની સંખ્યા 10 હજાર આસપાસ થતા તબકકાવાર અંકુશ દુર થશે

લંડન તા.23
કોરોના વાઈરસ સામેનો જંગ આયોજન મુજબ જ પાર પડે તો વ્હેલામાં વ્હેલા 21 જૂન સુધીમાં તમામ નિયંત્રણો ઉઠાવવાનું અને સમગ્ર જીવન વ્યવહાર નોર્મલ થઈ શકવાનું બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને જાહેર કર્યુ છે.


કોરોના વાઈરસના નવા વેવની ઝપટે ચડેલા અને લોકડાઉન હેઠળ રહેલા બ્રિટનમાંથી નિયંત્રણો તબકકાવાર હટાવવા મામલે વડાપ્રધાન જોનસને રોડમેપ કર્યો હતો જે અંતર્ગત માર્ચ 2020થી બંધ નાઈટકલબો 21 જૂનથી શરુ કરવા દેવાશે પણ 12 એપ્રિલથી અને રેસ્ટોરાં 17 મેથી શરૂ કરાશે. ઘરમાં જ રહેવાના નિયંત્રણો 29 માર્ચથી ઉઠાવાશે. બ્રિટનમાં જ આંતરિક પ્રવાસ કરવાની છુટ્ટ 12 એપ્રિલથી અપાશે. જીમ, સલુન તથા બીનજરૂરી રીટેઈલ વેપાર 12 એપ્રિલથી ખોલાશે.


તેઓએ જાહેર કર્યુ હતું કે રાજયો શહેરોને વારાફરતી નિયંત્રણમુક્તિ આપવાના બદલે સમગ્ર બ્રિટનમા એક સમાન જ નિયમનો દૂર થવા લાગશે. અલબત છેલ્લી ઘડીની પરિસ્થિતિ તથા તમામ પાસાઓની સમીક્ષા કરાશે અને ત્યારબાદ જ આખરી નિર્ણય લાગુ પડશે. કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યાં સ્થાનિક લોકડાઉન યથાવત રહી શકે છે. દેશભરમાં નિયંત્રણો હટાવાતા પુર્વે સરકાર પ્રધાનો ચાર મુદાઓની ચકાસણી કરશે. સરકારે જાહેર કરેલા આ રોડમેપ મુજબ સમગ્ર જીવનવ્યવહાર નોર્મલ થવામાં 21 જૂન થઈ જશે. આ દરમ્યાન કોઈ નવી તકલીફો કે મહામારી મોઢુ ફાડે તો વિલંબ થઈ શકે છે. બ્રિટનમાં કોરોનાના નવા ભયાનક વેવ બાદ કેસો ઘટવા લાગતા સરકારે રાહત અનુભવી છે. હાલ સરેરાશ દૈનિક 10000 આસપાસ કેસ નોંધાય રહ્યા છે.


Related News

Loading...
Advertisement