મધ્યપ્રદેશમાં રેલીમાં આવનાર ટિકૈતની ધરપકડ થઇ શકે છે

23 February 2021 10:40 AM
India
  • મધ્યપ્રદેશમાં રેલીમાં આવનાર ટિકૈતની ધરપકડ થઇ શકે છે

વર્ષ 2012માં વિરોધ પ્રદર્શનમાં હિંસાના કેસમાં ટિકૈત સામે ધરપકડ વોરંટ જાહેર

ભોપાલ તા. 23
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત 8મી માર્ચે મધ્ય પ્રદેશ આવશે તો તેની ધરપકડ થઇ શકે છે.કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુધ્ધ રાજયના ખેડુતોનું સમર્થન મેળવવા માટે ટિકૈતનો મધ્યપ્રદેશના શ્યોપુર, દેવાસ અને રિવામાં રેલીઓનો કાર્યક્રમ છે તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં પોલીસ ટિકૈત સામે કાર્યવાહીની ત્ૌયારી કરી રહી છે. ટિકૈત સામે 2016માં એમપીની એક અદાલતે એરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. મહિલા દિનના દિવસે ટિકૈત રાજયના ખેડુતોને મળશે જયાં તે ખેડુતોને નવા કાયદાથી થતા નુકસાનના બારામાં જણાવશે. રસપ્રદ બાબત એ છે કે ટિકૈત સામે મધ્યપ્રદેશમાં એક કેસ ચાલુ છે વર્ષ 2012 માં તેની સામે અનુપપુર જીલ્લામાં હત્યાની કોશિશ અને અવ્યવસ્થા ફેલાવવાના આરોપમાં એરેસ્ટ વોરંટ જાહેર થઇ ચુકયું છે. અનુપપુરના જૈતહરી વિસ્તારમાં પાવર પ્લાન્ટની વિરુધ્ધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા ટિકૈત 2012માં અહીં આવેલ હતા. પ્રદર્શન દરમિયાન મોટા પ્રમાણમાં હિંસા થઇ હતી. આ મામલે ટિકૈત સહિત 100 લોકો સામે કેસ દાખલ થયો હતો. અનુપપુર પોલીસે કહયું હતું કે ટિકૈત એમપી આવે તો તેની ધરપકડ થઇ શકે છે.


Related News

Loading...
Advertisement