ભાવનગર નજીકનાં નવારતનપર ગામે મારામારી-એટ્રોસીટી સહિતનાં કેસમાં બે દિકરા-માતાને ત્રણ વર્ષની કેદ સજા

23 February 2021 10:26 AM
Bhavnagar Crime
  • ભાવનગર નજીકનાં નવારતનપર ગામે મારામારી-એટ્રોસીટી સહિતનાં કેસમાં બે દિકરા-માતાને ત્રણ વર્ષની કેદ સજા

ભાવનગર તા.23
ભાવનગર નજીકના વરતે જ તાબેના નવારતનપર ગામે 2015માં બનેલ બનાવમાં ફરિયાદીને માર મારી જાતિ વિરૂઘ્ધ અપમાનીત કર્યાના કેસમાં બે દિકરા અને માતા સહિત ત્રણ સામે ગુનો સાબિત માની અદાલતે તમામને ત્રણ વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.


આ કામના ફરિયાદી હરજીભાઇ આલજીભાઇ સુમરા (રહે.નવારતનપર, તા.જી.ભાવનગર) અનુ.જાતિના છે અને આરોપીઓ બીનઅનુજાતિના છે. ફરિયાદી હરજીભાઇ સુમરાએ આરોપી નં.1 ભોપાભાઇ નાગજીભાઇ લાભકા (2) કાનજીભાઇ નાગજીભાઇ લાભકા (3) બેનાબેન નાગજીભાઇ લાભકા (રહે.તમામ નવારતનપર, તા.જી.ભાવનગર)નાઓ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી ફરિયાદી હરજીભાઇએ ગાળો બોલવાની ના પાડતા તેની દાઝ રાખી ગત તા.15/11/201પના રોજ ઉકત આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે ફરિયાદી તથા સાહેદને લાકડી તથા તલવાર વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદીના મોબાઇલ તથા મોટર સાયકલને નુકશાન કરી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઉકત આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો.


આ બનાવ અંગે હરજીભાઇ આલજીભાઇ સુમરાએ વરતેજ પોલીસ મથકમાં આરોપીઓ ભોપાભાઇ લાભકા, કાનજીભાઇ લાભક, બેનાબેન લાભકા, સહિતનાઓએ એક બીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી હરજીભાઇ આલજીભાઇ સુમરાએ વરતે જ પોલીસ મથકમાં જે તે સમયે ઉકત ત્રણેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 323, 504, 506(2), 423, 403, 114 તથા એટ્રોસીટી કલમ 3(1)(10) તથા જીપીએકટ 135 મુજબનો ગુનો નોંધાયો હતો.


આ અંગેનો કેસ સ્પેશ્યલ જજ (એટ્રોસીટી) અને પાંચમાં એડીશ્નલ સેસન્સ જજ એચ.એન.વકીલની અદાલતમાં ચાલી જતાં અદાલતે મૌખીક પુરાવા-16, દસ્તાવેજી પુરાવ-12, સરકારી વકીલ યાત્રીબેન પંડયાની દલીલો વિગેરે ઘ્યાને રાખી ત્રણેય આરોપી ભોપાભાઇ લાભકા, કાનજીભાઇ લાભકા, બેનાબેન લાભકા સામે ઇપીકો કલમ 323ના શીક્ષાપાત્ર ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સખત કેદની સજા અને રૂા.એક હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, અનુ.સુચિત જાતિ અને અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) એકટની કલમ 3(1)(10) મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી 2 વર્ષની સખત કેદની સજા અને રોકડા રૂા.3 હજાર દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.


Related News

Loading...
Advertisement