ભેડાપીપળીયામાં કાલે વિનામુલ્યે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ

23 February 2021 10:18 AM
Gondal
  • ભેડાપીપળીયામાં કાલે વિનામુલ્યે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ

દર્દીઓને દવા અને માર્ગદર્શન પુરૂ પડાશે

ગોંડલ તા.23
શ્રીમતી શારદા જહાટકિયા હોસ્પિટલ દ્વારા આગામી તા. 24-2-2021 ને બુધવારનાં રોજ પ્રાથમિક શાળા, ભેડાપીપળીયા મુકામે વિનામૂલ્ય નેત્ર નિદાન-દવા-સારવાર તેમજ ઓપરેશન કેમ્પ યોજેલ છે. જેમાં ડો. ભાવેશ સોલંકી - એમ.એસ. ઓથલ. આંખના નિષ્ણાંત સર્જન તેમજ ફેકો સર્જન (ટાંકા વગરના ઓપરેશનના નિષ્ણાંત) આંખના સર્જન તથા હોસ્પિટલ ટીમ દ્વારા આ કેમ્પમાં વિનામૂલ્ય દર્દીઓને દવા તથા માર્ગદર્શન આપવામાં આવશે.


કેમ્પમાં પેશન્ટ તથા સાથે આવેલ સગાવ્હાલાને ભોજન, નાસ્તો, ચા-પાણીની વગેરે વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ સાથે પેશન્ટને દવા, ચશ્મા તેમજ ટીપા પણ વિનામૂલ્ય આપવામાં આવશે. ઓપરેશન પછી પેશન્ટ પરત કેમ્પના સ્થળે પણ પહોંચાડવામાં આવશે.તો આ કેમ્પનો ભેડાપીપળીયા તથા આસપાસની ગ્રામ્ય પ્રજાજનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી સંસ્થાની તેમજ ભેડાપીપળીયાનાં સરપંચની યાદી જણાવે છે.


Loading...
Advertisement