ધોરાજીમાં રોડ-રસ્તાના કામોનો ગેરીનો રીપોર્ટ કરાવવા માંગણી

23 February 2021 10:16 AM
Dhoraji
  • ધોરાજીમાં રોડ-રસ્તાના કામોનો  ગેરીનો રીપોર્ટ કરાવવા માંગણી

રીપોર્ટ બાદ જ પેમેન્ટ કોન્ટ્રાકટરને ચુકવવું જરૂરી : ચીફ ઓફીસરને રજુઆત

ધોરાજી, તા. 23
ધોરાજીમાં રોડ-રસ્તાના કામોનો ગેરીનો રીપોર્ટ કરાવવાની માંગ ઉઠાવી એડવોકેટ દિનેશભાઇ વોરાએ આ અંગે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.દિનેશકુમાર વોરાએ જણાવેલ છે કે ધોરાજી શહેરમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન રોડ રસ્તાના કામો કરવામાં આવેલ છે. જેમાં તથા હાલમાં જે રોડ રસ્તાઓના કામો ચાલુ છે તેમાં ગેરીનો રીપોર્ટ કરાવવો ખુબ જ જરૂરી છે. કારણ કે ત્રણ વર્ષ પહેલા જે રોડ રસ્તાઓ કરવામાં આવેલ હતા તે માત્ર એક એક વર્ષમાં તુટી જવા પામેલ છે.


આ અંગે અવારનવાર લેખિતમાં તેમજ મૌખિક રજુઆત કરેલ છે. છતાં કોઇ કાર્યવાહી કરેલ નથી. માત્ર કોન્ટ્રાકટર સામે નોટીસ કાઢી સંતોષ માનેલ છે. જે રોડ રસ્તામાં કોન્ટ્રાકટર દ્વારા હાલ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. કોન્ટ્રાકટર ને બીલ ચુકવી દીધા બાદ કોન્ટ્રાકટર કોઇ દરકાર લેતા નથી. જે રેકર્ડ ઉપર છે જેથી હાલમાં તેમજ બે વર્ષ દરમ્યાન થયેલા રોડ રસ્તાઓનો ગેરી મારફત રીપોર્ટ કરાવવો ખુબ જ જરૂરી છે. ગેરીનો રીપોર્ટ આવ્યા બાદ જ કોન્ટ્રાકટરનું પેમેન્ટ કરવામાં આવે તેવી માંગણી છે. અન્યથા પેમેન્ટ ચુકવવામાં આવશે. ભુતકાળમાં જે રસ્તાઓ કરવામાં આવેલ છે. જે એક વર્ષમાં તુટી જવા પામેલ છે જેની પણ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં માંગણી છે.


Loading...
Advertisement