રાજયમાં લાંબા સમય બાદ શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી : સંઘ ઉપપ્રમુખ શાંતુભાઇ

23 February 2021 10:14 AM
Jasdan
  • રાજયમાં લાંબા સમય બાદ શાળાઓ બાળકોનાં
કલરવથી ગુંજી ઉઠી : સંઘ ઉપપ્રમુખ શાંતુભાઇ

જસદણ તા.23
કોરોના મહામારી લીધે 16-3-2020 થી સમગ્ર ગુજરાતમાં બાળકો માટે શાળાઓ બંધ હતી શાળાઓમાં બાળકોની હાજરી ની ઉણપ આજ દિન સુધી સતત વર્તાય રહી હતી.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે એક લાંબા અંતરાલ બાદ શાળાઓ ખૂલી છે અને બાળકોના કલરવથી શાળાઓ ગુંજી રહી છે બાળકો દ્વારા ફરી એક વાર ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થયો છે ત્યારે આપણે સૌ બાળકોની માનસિક પરિસ્થિતિને સમજીને બાળકોને શાળા સાથે જોડવા જોઈએ સરકારશ્રીની તમામ ગાઇડ લાઈનનું પાલન કરીને બાળકોને શિક્ષણમય બનાવીએ. ફરી એકવાર શાળામાં બાળકો અને શિક્ષકો વચ્ચે તાદામ્ય કેળવીએ. શાળા પ્રત્યેની બાળકોની માનસિકતા અને શિક્ષણની જાગૃતિ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરીએ સાથે સાથે બાળકોની માનસિકતા માં થયેલા ફેરફારને પણ શિક્ષણ દ્વારા ખાસ અર્થમાં ચેતનમય બનાવીએ. પરિસ્થિતિ સામે ગંભીરતાથી કઈ રીતે લડવું અને તેમાંથી કઈ રીતે આરોગ્યની સાચવણી કરવી તે તમામ બાબતોને આવરી ને આપણે સાચા અર્થમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ભરપૂર પ્રયત્ન કરીએ. આજદિન સુધી આપણે વર્ચ્યુઅલ માધ્યમથી ખૂબ જ સુંદર કામગીરી કરી હતી પરંતુ હવે તે કામગીરી નવેસરથી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે સુપેરે પાર પાડવા માટે સર્વે શિક્ષક મિત્રો સક્ષમ છે શાળામાં ફરી એકવાર બાળકોને આવકારી શાળાને ચેતનવંતી બનાવવા માટે દરેક શિક્ષકોને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ
જણાવ્યું છે.


Loading...
Advertisement