નવોદય વિદ્યાલય કર્મચારી કલ્યાણ સંઘના પદાધિકારીઓની કમિશ્નર સાથે મુલાકાત

23 February 2021 10:12 AM
Jasdan
  • નવોદય વિદ્યાલય કર્મચારી કલ્યાણ સંઘના પદાધિકારીઓની કમિશ્નર સાથે મુલાકાત

અમરેલીની નવોદય વિદ્યાલય સહિતના પ્રશ્ર્નોની રજુઆત

(હિતેશ ગોસાઇ) જસદણ તા.22
નવોદય વિદ્યાલય કર્મચારી કલ્યાણ સંઘના પદાધિકારીઓ એ સમિતિના કમિશનર વિનાયક ગર્ગની મુલાકાત કરી કર્મચારીઓની સમસ્યાઓથી તેમને અવગત કરાવ્યા. સાથે સાથે સંઘને માન્યતા દેવાની માંગ પુન: કરવામાં આવી. તેમણે તમામ સમસ્યાનું નિરાકરણ જલ્દી દૂર કરવાનું આશ્વાસન આપ્યું.


સંગઠનના રાષ્ટ્રીય સચિવ પ્રશાંત ચસોરિયા એ લાંબા સમયથી કર્મચારીઓની લઈને સતત સંઘર્ષરત છે. રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ નવોદય ના કમિશનરની મુલાકાત લીધી. તેમાં નીચેની માંગો પર પ્રકાશ પાડ્યો.કર્મચારી સંગઠનને માન્યતા આપવાની વાત, સ્નાતક શિક્ષકની રાષ્ટ્રીય સ્તર પર વરિયતા સૂચિ તૈયાર કરવી, 1900 ગ્રેડ પે પર કામ કરતા કર્મચારીઓ ને 2400 ગ્રેડ પે આપવો, તમામ કર્મચરીઓને સીજીએચ એસ કાર્ડ આપવું,

કેટરિંગ આસિસ્ટન્ટ ને ખાનપાન પ્રબંધક નામ આપવું, એમ. ટી. એસ ને બદલે કેર ટેકર નામે સંબોધવું, વેકેશન સ્ટાફ ને કુલ 90 દિવસનું વેકેશન પૂરું પાડવું, વિદ્યાલય માં સ્થાઈ વાર્ડન નિયુક્ત કરવામાં આવે, 1972 પુરાની પેશન માં આવરી લેવામાં આવે, અનુકંપા પર તુરંત નોકરી આપવામાં આવે, ઈ સી પી સાથે હેલ્પર ની ભરતી થાય અને તમામ કર્મચારીઓ ની વિભાગીય પરીક્ષા આપી પદોન્નતિ થાય આવી તમામ મંગોને લઈને કમિશનર શ્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.


કમિશનરએ આ વાતને ગંભરતાપૂર્વક ધ્યાને લઈ જલ્દી નિરાકરણ નું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ અવસર પર સંગઠન રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ સિંહ ,ઉપ મહાસચિવ અવિનાશ રાય, પ્રવક્તા અયાન અન્સારી, કોષાધ્યક્ષ તારાચંદ સેની, રાષ્ટ્રીય કાર્યકરિણી સદસ્ય એમ કે સીંગ , અરુણ ગૌડ હાજર રહ્યા હતા.આ કાર્યને બિરદાવતાં ગુજરાત પ્રદેશ મહાસચિવ કીર્તિ કુમાર ગોસ્વામી જણાવે છે કે આ કાર્યથી તમામ કર્મચારીઓ આનંદ ની લાગણી અનુભવે છે.


Loading...
Advertisement