જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા કોરોના જાગૃતિ પ્રદર્શન યોજાયું

23 February 2021 10:10 AM
Botad
  • જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા કોરોના જાગૃતિ પ્રદર્શન યોજાયું

બોટાદ તા. 23 : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતી લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા કોવિડ-19 અંગે ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમથી લોકો સુધી સુરક્ષા અંગેની માહીતી પહોંચાડવામાં કાર્યશીલ રહયું છે.


જે અંતર્ગત તા. 22 ના માર્કેટીંગ યાર્ડ પાળીયાદ રોડ બોટાદ ખાતે ચાર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ જેથી લોકો એ સુરક્ષા અંગે કેવા પ્રકારના પગલાઓ લેવાના રહેશે તે માટે ચાર્ટ પ્રદર્શન દ્વારા માહીતી પહોંચાડવામાં આવી રહી છે.


આ પ્રદર્શનમાં માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જોરુભાઇ ધાધલ, ડાયમંડ એસોસીએશન પ્રમુખ શંકરભાઇ ધોળું ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રદર્શનનો લાભ બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના ખેડુતો તથા પસાર થતા તમામ લોકો એ લીધો હતો. આમ લાભાર્થીઓની સંખ્યા ખુબજ વધારે રહી હતી. આ કાર્યક્રમનું આયોજન જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના કો.ઓર્ડીનેટર નીકુંજભાઇ પંડીત તથા વિજ્ઞાન કેન્દ્ર બોટાદની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં બોટાદ જીલ્લાના નાગરીકોને કોવિડ-19 અંગે સચોટ માર્ગદર્શન પહોંચાડવાનું કાર્ય થયુ હતુ.


Loading...
Advertisement