કરોડોના કામો થકી ઉપલેટાના વિકાસને નવી દિશા આપતા પાલિકા પૂર્વપ્રમુખ

23 February 2021 10:09 AM
Dhoraji
  • કરોડોના કામો થકી ઉપલેટાના વિકાસને નવી દિશા આપતા પાલિકા પૂર્વપ્રમુખ

પાણી માટે પાઇપલાઇન, સ્વીમીંગ પુલ, નવા માર્ગો સહિતના કામો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. 23 :
રાજય સરકારની જુદી જુદી ગ્રાંન્ટો માટે અવાર નવાર ગાંધીનગર સુધી ધકકા ખાઇ તેમજ સાંસદ અને ધારાસભ્યો પાસેથી કરોડો રૂપિયાની ગ્રાંન્ટો મંજુર કરાવી જુદા જુદા દાતાઓના સહયોગ લઇ તેમજ સ્વભંડોળમાંથી ખર્ચ કરી શહેરના યુવાનો, મહીલાઓ, બુર્જુગો અને ખેલાડીઓ માટે મોટા શહેરો જેવી અહીંના કોલેજના ગ્રાઉન્ડમાં અધતન ઇન્ડોર સ્પોર્ટ કોમ્પલેક્ષ, કોલેજનું અધતન બિલ્ડીંગ, સ્વીમીંગ પુલ ટુક સમયમાં તૈયાર થઇ જશે.


તેમજ સવાર સાંજ લોકોને ચાલવા માટે ટ્રક તેમજ હાઇસ્કુલનું નવુ બિલ્ડીંગ કાયમ લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે ભાદર ર ડેમ અને નર્મદાના પાણીની પાઇપ લાઇનો મંજુર કરાવી છે શહેરના રોડ રસ્તા સીમેન્ટ આને પેવર તથા શહેરના છેવાળાના વિસ્તારોમાં પણ સીમેન્ટના રોડ રસ્તા, પીવાના પાણી, લાઇટ અને સફાઇની સુવીધા બાબતે કાર્યદક્ષ પુર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા અને રાણીબેન ચંદ્રવાડીયાને નગરજનો કાયમ યાદ રાખશે.


Loading...
Advertisement