ગોંડલ તા.23
ગોંડલ નું રાજકારણ ગાંધીનગર થી લઇ દિલ્હી સુધી પ્રખ્યાત છે ત્યારે હાલ આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 21 બેઠક માટે ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે.ગોંડલ તાલુકામાં કુલ 122300 મતદારો છે જેમાં પુરુષ 115390, સ્ત્રી 106910 મતદારોનો સમાવેશ થાય છે.તાલુકા પંચાયત સુલતાનપુર ની બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપ ને બોણી થઈ જવા પામી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા પણ કમર કસવામાં આવી હોય તાલુકાના 100 બિલ્ડિંગના 153 બુથ માંથી 9 બિલ્ડીંગ 17 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે.જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળા નાગડકા, મોવિયા ગ્રામ પંચાયત ઓફિસ, દીપક હાઇસ્કુલ મોવિયા, સરદાર સ્કૂલ મોવિયા, શિવરાજગઢ હાઈસ્કૂલ, શિવરાજગઢ ગ્રામ પંચાયત, શિવરાજગઢ પ્રાથમિક શાળા, હડમતાળા પ્રાથમિક શાળા નો સમાવેશ કરવામાં આવ્યો છે.