ઈલેકટ્રીક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ વધારવા ટેકસમાં મોટો ઘટાડો કરવા તૈયારી

23 February 2021 09:58 AM
India Top News
  • ઈલેકટ્રીક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ વધારવા ટેકસમાં મોટો ઘટાડો કરવા તૈયારી

ઈંધણની આગ વીજળી દ્વારા ઓલવવાની કવાયત!:આગામી જીએસટી બેઠકમાં બેટરી સાથે જોડાયેલી સેવાઓમાં ટેકસ 18 ટકાથી ઘટાડીને 12થી5 ટકા કરવાના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે

નવી દિલ્હી તા.23
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને પગલે દેશમાં ઈલેકટ્રીક ગાડીઓના ભાવ ઘટાડવાનું કામ સરકારે શરુ કરી દીધું છે.જાણવા મળતી વિગત મુજબ આગામી મહીને યોજાનારી સંભવિત જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ દર ઘટાડવાના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે.એક અધિકારીના જણાવ્યા મુજબ બજેટ બાદ જીએસટીના દરોનું રિસ્ટ્રકચરીંગનું કામ શરૂ થઈ ગયુ છે. સૌથી પહેલા ઈન્વર્ટેડ, ડયુટી સ્ટ્રકચરને સુધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે.


બેટરીની કિંમત ઘટાડવાની કવાયત: સરકાર ઈલેકટ્રીક ગાડીઓની બેટરી અને અન્ય કાચા માલ પર લાગતા ટેકસના દર સુધારવાનું કામ શરૂ કરી ચૂકી છે. જીએસટીની બેઠકમાં બેટરી સાથે સંલગ્ન સેવાઓ પર પણ ટેકસના દર ઘટાડવામાં આવી શકે છે. આ દરો 18 ટકામાંથી 12 ટકાથી 5 ટકાના દાયરામાં લાવવાનો વિચાર થઈ રહ્યો છે. જયારે ગાડી વેચવા પર 5 ટકા જીએસટી લાગે છે, જેને લઈને ગ્રાહકોને લાગે છે કે ઈલેકટ્રીક ગાડીનું મેન્ટેનન્સ મોંઘુ થઈ શકે છે. સરકાર આ ખામીઓને દુર કરવા માટે વિચાર વિમર્શ કરી રહી છે.

ઘટી શકે છે પેટ્રોલ-ડિઝલ વાહનોનું વેચાણ
ઓટો એકસપર્ટ જણાવે છે કે ભારતમાં લોકો ગાડીઓની કિંમત અને તેના ઉપયોગના ખર્ચને લઈને ખૂબ જ જાગૃત છે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી વાહનોના ઉપયોગનો ખર્ચ વધ્યો છે. આથી આવનારા સમયમાં આવા વાહનોનું વેચાણ ઘટી શકે છે તેનો ફાયદો ઈલેકટ્રીક ગાડીઓને થઈ શકે છે. કંપનીઓ પણ હવે ઈલેકટ્રીક ગાડીઓ લાવી રહી છે.

ભારતને ઈ-વાહન નિર્માણનું હબ બનાવવાનું લક્ષ્ય
સરકાર ઈ-વાહનોના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા માંગે છે. જેમાં ડેટ્રોઈટ પારંપરિક વાહનોના નિર્માણનું હબ છે. તેમ સરકાર ભારતને ઈ-વાહન નિર્માણનું હબ બનાવવા માંગે છે તેના માટે બેટરી, ચાર્જીંગ પોઈન્ટ જેવા પાયાના માળખા પર ઝડપથી કામ થઈ રહ્યું છે. સરકાર ઈલેકટ્રીક વાહનોને લઈને હાઈવે પર વિશેષ લેન બનાવવાનું પણ વિચારી રહી છે અને આ મામલે ઝડપથી ફેસલો આવી શકે છે.


Related News

Loading...
Advertisement