કોરોના રિટર્ન : અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત : 114 લોકોને ક્વોરન્ટાઈ કરાતા ફફડાટ

22 February 2021 11:57 PM
Ahmedabad Gujarat
  • કોરોના રિટર્ન : અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત : 114 લોકોને ક્વોરન્ટાઈ કરાતા ફફડાટ
  • કોરોના રિટર્ન : અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત : 114 લોકોને ક્વોરન્ટાઈ કરાતા ફફડાટ

શીલજ, ઘાટલોડિયા અને ખોખરાના મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મુકાયા : આવતીકાલથી ડોર ટુ ડોર સર્વેલન્સ થશે

અમદાવાદ :
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું એ સાથે જ આજથી અચાનક કોરોના કેસોમાં વધારો થયો. અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની શુરુઆત થઈ છે. આજે 3 વિસ્તારમાં 114 લોકોને ક્વોરન્ટાઈ કરાતા ફફડાટ ફેલાયો છે.

અમદાવાદના શીલજ, ઘાટલોડિયા અને ખોખરાના મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ મુકાયા અંગે મનપાએ જાહેરાત કરી છે. શીલજ રોડ પરની હરિહર્ષરાય સોસાયટીના 4 મકાનોમાં 25 લોકો, ઘાટલોડિયાની વ્હોલ સોસાયટીમાં 10 મકાનોમાં 42 લોકો અને ખોખરાની ભુલેશ્વર સોસાયટીના 13 મકાનમાં 47 લોકોને ક્વોરન્ટાઈ કરાયા છે. આવતીકાલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે. 21 ફેબ્રુઆરીની સાંજથી 22 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં 70 અને ગ્રામ્યમાં 2 નવા કેસ નોંધાયા. તેમજ શહેરમાં 49 અને ગ્રામ્યમાં 1 દર્દી કોરોના મુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા, અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 62,352 થયો છે. જ્યારે 59,481 દર્દી સાજા થયા અને અત્યાર સુધીમાં 2,308 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

● કોવિડ કેસો વધતા રાજ્ય સરકાર પણ એલર્ટ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયેલી વિગત મુજબ, હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં કોવીડ -19 ના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ૨ાજકોટ જેવા મહાનગ૨ પાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ - વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે આ સ્ક્રીનીંગ દ૨મ્યાન જો કોઈ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેઓને જરૂરી નિદાન હાથ ધરી પુરતી સા૨વા૨ પુરી પાડવામાં આવશે.

પડોશી રાજ્યોમાં વધી રહેલા કોવીડ -19 ના કેસોને ધ્યાને લઈ રોગ અટકાયતની આગોતરા પગલાના ભાગરૂપે રાજ્યમાં ધનવંતરી ૨થની સંખ્યા વધારી તેની સેવાઓને વધુ સુદ્રઢ કરવામાં આવશે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુમાં વધુ ટેસ્ટિંગ બુથ કાર્ય૨ત ક૨વામાં આવશે.


Related News

Loading...
Advertisement