રાજકોટઃ
ગુજરાતમાં 6 મહાપાલિકાઓની ચૂંટણી માટે ગઇકાલે રવિવારે મતદાન થયું એ સાથે જ આજે કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 283 કેસો સપાટી પર આવ્યા હતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 315 કેસો નોંધાયા છે. અને 1 દર્દીનું મૃત્યુ થયું છે જ્યારે 272 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસ પણ વધીને 1732 થયા છે. કુલ કેસની સંખ્યા 2.67 લાખને પાર થઈ ગઈ છે. પાડોશી રાજ્યોમાં કોરોના કેસો વધતા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોનું બોર્ડર પર સ્ક્રીનિંગ થશે. તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સાથે બોર્ડર પર નવી ચેકપોસ્ટઓ પણ બનશે.
રાજ્યમાં કુલ 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1702 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 4406 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 267419 પર પહોંચ્યો છે. સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 2,61,281 થઈ છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયેલી વિગત મુજબ, હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં કોવીડ -૧૯ ના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ૨ાજકોટ જેવા મહાનગ૨ પાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ - વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે આ સ્ક્રીનીંગ દ૨મ્યાન જો કોઈ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેઓને જરૂરી નિદાન હાથ ધરી પુરતી સા૨વા૨ પુરી પાડવામાં આવશે.
પડોશી રાજ્યોમાં વધી રહેલા કોવીડ -૧૯ ના કેસોને ધ્યાને લઈ રોગ અટકાયતની આગોતરા પગલાના ભાગરૂપે રાજ્યમાં ધનવંતરી ૨થની સંખ્યા વધારી તેની સેવાઓને વધુ સુદ્રઢ કરવામાં આવશે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુમાં વધુ ટેસ્ટિંગ બુથ કાર્ય૨ત ક૨વામાં આવશે.
અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું. અત્યાર સુધીમાં રાજયમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી. તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
● 9 જિલ્લામાં એક પણ કેસ નહીં
આજે રાજયમાં અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુ૨, ડાંગ, પાટણ, પો૨બંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 9 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. ભાવનગર ગ્રામ્યમાં પણ કોઈ કેસ નથી નોંધાયો.
● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 72, વડોદરા 68, સુરત 52, રાજકોટ 42, કચ્છ-ગાંધીનગર 10, જામનગર 9, ખેડા 7, નર્મદા-જૂનાગઢ 6, દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી- મહિસાગર- મોરબી 3, આણંદ- તાપી ર, ભરૂચ- દાહોદ- મહેસાણા- નવસારી- પંચમહાલ-
ભાવનગર 1.