રાજકોટ:
ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ એક વખત 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. તેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત થવાના હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ મુકીમને વધુ 6 મહિના માટે એક્સટેન્શન આપવા નિર્ણય લીધો છે, જેના આધારે રાજ્ય સરકારે એક્સટેન્શન આપ્યુ છે. હવે શ્રી મુકિમ ઓગસ્ટ 2021માં નિવૃત થશે.
અનિલ મુકીમ રાજ્યના પ્રથમ મુખ્ય સચિવ છે જેમણે રાજ્ય સરકારે 6-6 મહિના મળીને કુલ એક વર્ષનું એક્સટેન્શન આપ્યુ છે. ગયા મહિને મુખ્ય સચિવ ઓગસ્ટ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના હતા પરંતુ, રાજ્યમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને 6 મહિનાનું એક્સટેનન્શન આપાયું હતું, ઉલ્લેખનીય છે કે, ગઇ 30 જુલાઇએ 1985 બેંચના આશીષ ભાટિયા રાજ્યના ડીજીપી બન્યા, ત્યારે તેમના બેચમેન્ટ અનિલ મુકીમને એક મહિના પછી નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને બે વખત 6- મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. જેથી તેઓ હજુ 6 માસ કાર્યરત રહેશે.
અનિલ મુકીમ પછી કોણ?
અનિલ મુકીમ બાદ ક્યા અધિકારીને મુખ્ય સચિવ તરીકે નિમણૂંક અપાશે એ અંગે ચર્ચાઓ ચાલતી હતી. એક તબક્કે ગુજરાત કેડરના જ દિલ્હીમાં પ્રતિનિયુક્તી પર ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્રાનું નામ ચર્ચામાં આવ્યું હતું. જોકે હવે શ્રી મુકિમને એક્સટેન્શન મળતા ચર્ચાનો અંત આવ્યો છે.