રાજકોટ તા.22
જૈન શાસનની ગરિમા જાળવતા જે તે સમયમાં શ્રીમદ બુઘ્ધિસાગર સૂરીજી મહારાજ સાહેબનું આ ધરતી પર અવતરણ થયું. વ્યસનમુકિત તેમનો આચાર સંદેશ હતો. અનેકાંતની અનુગુંજ એમનો વિચાર સંદેશ હતો. અનેકાંતની અનુગુંજ એમનો વિચાર સંદેશ હતો. આચરતાની દ્રઢતા એમનો નિષ્ઠા સંદેશ હતો. પરમાત્મા સમર્પણ એમનો શ્રઘ્ધાસંદેશ હતો.
મહુડીના મહારાજ શ્રી ઘંટાકર્ણવીર વિશેનું સ્થાનક લખતા પૂર્વે શ્રીમદ બુઘ્ધિસાગર સૂરીજી મહારાજ વિશેનું જીવન કવન લખવું જ પડે.
એ સમયે અંધશ્રઘ્ધાનો ભરપૂર વ્યાપ હતો. જે જમાનામાં વળગાડનાં કારણે લોકોને ઘેર કોઇને કોઇ ધૂતારૂ ડાકલા વગાડતા લોકોને ધોળે દિવસે ભૂત અને ભૂત જ દેખાતુ ત્યારે શ્રીમદ બૃઘ્ધિસાગરજી મહારાજે પોતાના તપોબળ વડે લોકોને ઠીક કર્યા પણ એમને વિચાર આવ્યો કે આગળ જતાં પણ લોકોના દુ:ખ દર્દ દૂર થાય એવું કંઇક કરવું જોઇએ. આમ તેઓ મહુડી આવ્યા આ ગામમાં તેમણે કેટલાક દિવસો સાધના કરીને એક દિવસ બાવનવીરોમાં ત્રીસમાં વીર ઘંટાકર્ણાને પ્રત્યક્ષ કર્યા. વિક્રમ સંવત 1980નાં માગસર સદી બીજનાં શ્રી શાસનરક્ષક, કલિલાલ પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિની મહુડીમાં પ્રતિષ્ઠા કરી. આજે મહુડી લાખો જૈન જૈનેતરો માટે શ્રઘ્ધાનું ધામ બન્યું છે.
મહુડીના મહારાજ શ્રી ઘંટાકર્ણા મહાવીર દેવ પુસ્તકમાં શ્રીમદ બુઘ્ધિસાગર સૂરીજીનો જીવન પરિચય, જૈન શ્ર્વેતા તપાગચ્છીય સાગર શાખાની પટાવાલી, શ્રી ઘંટાકર્ણા મહાવીરની મૂર્તિની પથયાથા, મહુડી તીર્થનો પરિચય, સૌરાષ્ટ્રનું મહુડી કયુ0? શ્રી ઘંટાકર્ણાવીરનું દિવ્ય પ્રાગટય, શ્રીમદ બુઘ્ધિસાગરજી મહારાજનાં જીવન પ્રસંગો, શ્રી ઘંટાકર્ણાવીરને ઘરેલી સુખડી, પરિસરની બહાર કેમ લઇ જઇ શકાતી નથી? શ્રી ઘંટાકર્ણવીરને સુખડી કેમ ધરવામાં આવે છે? પ્રગટ પ્રભાવી શ્રી ઘંટાકર્ણા મહાવીર દેવ, ઘંટાકર્ણવીર વિશે ગોંડલ સંપ્રદાયનાં પૂ.પારસમુનિ મહારાજનું અઘ્યયન, અદભૂત ભવિષ્યવાણી, શ્રી ઘંટાકર્ણ મહાવીરની આરાધના તથા પુસ્તકમાં આચાર્ય ભગવંત પૂ.શ્રી જગવલ્લભસૂરીજી મહારાજ સંપાદિત જૈન ગુફાઓ વિશેનું અભ્યાસલક્ષી સાહિત્ય તથા જૈન શાસનનો ભવ્ય ઇતિહાસ વગેરેનો સમાવેશ કરાયો છે. અહીં ઘટાકર્ણવીરની આરાધના માટેના મંત્રો પણ આપવામાં આવ્યા છે.
મહુડી તીર્થના દર્શનાર્થે મહિને હજારો ભાવિકો જાય છે. મહુતી તીર્થ શ્રઘ્ધા અને આસ્થાનું પરમ ધામ છે. કાળી ચૌદસનાં દિવસે એક જ વાર શ્રી ઘંટાકર્ણ વીરની પૂજા થાય છે. તે દિવસે દસ હજારથી વધારે શ્રઘ્ધાળુઓ એકત્રીત થાય છે અને શ્રઘ્ધાના પુષ્પો બિછાવે છે. આ પુસ્તકમાં લેખકે તલસ્પર્શી વિગતોનું સંકલન અને સંપાદન કર્યુ છે. દરેક પરિવાર માટે આ પુસ્તક પ્રેરક બનશે.