યુનિ. રોડ જૈન સંઘમાં નવકાર મંત્ર આરાધના : બહુમાન

22 February 2021 07:04 PM
Rajkot Dharmik
  • યુનિ. રોડ જૈન સંઘમાં નવકાર મંત્ર આરાધના : બહુમાન
  • યુનિ. રોડ જૈન સંઘમાં નવકાર મંત્ર આરાધના : બહુમાન

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્ય માટે જૈન વિઝન દ્વારા અખંડ નવકાર મહામંત્રના જાપ અંતર્ગત યુનિ. રોડ જૈન સંઘમાં આયોજન કરવામાં આવેલ. ગઇકાલે જૈન વિઝનના ક્ધવીનર મિલન કોઠારી તથા ધીરેન ભરવાડાના વરદ હસ્તે સંઘના પ0 આરાધકોને સોનમ કવાર્ટસ(જયેશભાઇ શાહ) દ્વારા વોલ કલોકની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ અનીષભાઇ વાધર, નિલેશ કોઠારી, ચંદ્રકાંતભાઇ શાહ, જયકાંતભાઇ, નયનભાઇ દ્વારા મિલન કોઠારી તથા ધીરેન ભરવાડાનું બહુમાન કરવામાં આવેલ તસ્વીરમાં જૈન વિઝનના મિલન કોઠારી, ધીરેન ભરવાડા તથા સંઘના ટ્રસ્ટીઓ જોવા મળે છે. બીજી તસ્વીરમાં નવકાર મહામંત્રના આરાધકો દ્રષ્ટિગોચર થાય છે.


Related News

Loading...
Advertisement