સાણંદ-બાવળા રોડ પર આવેલ મોડાસર જૈન તીર્થની કાલે 22ની સાલગીરા : નૂતન ભોજન શાળાનું ઉદ્ઘાટન

22 February 2021 07:02 PM
Rajkot Dharmik
  • સાણંદ-બાવળા રોડ પર આવેલ મોડાસર જૈન તીર્થની
કાલે 22ની સાલગીરા : નૂતન ભોજન શાળાનું ઉદ્ઘાટન

આ. શ્રી કલ્યાણબોધિસૂરીજી મ. આદિ ઠાણાની નિશ્રામાં : લતીપુરવાળા મંજુલાબેન મનહરલાલ દોશી પરિવારે નૂતન ભોજન શાળા નિર્માણનો લાભ લીધો

રાજકોટ, તા. રર
સાણંદ-બાવળા રોડ પર આવેલ શ્રી મોડાસર જૈન તીર્થમાં શ્રી સુમતિનાથ પરમાત્મા મુળનાયક રૂપે બિરાજમાન છે. આવતીકાલ તા.ર3ના શ્રી મોડાસર જૈન તીર્થની રરમી સાલગીરા તથા મંજુલાબેન મનહરલાલ દોશી (લતીપુરવાળા, હાલ બુરૂન્ડા આફ્રિકા) પરિવાર દ્વારા નિર્મિત ભવ્યાતિભવ્ય ભરત ચક્રવર્તી ભોજન શાળાની ઉદઘાટન વિધિ યોજવામાં આવેલ છે.
સાલગીરા મહોત્સવમાં આ. શ્રી હેમચંદ્રસૂરીજી મ.ના શિષ્યરત્ન આ. શ્રી કલ્યાણબોધિસૂરીજી મ., પં. શ્રી અપરાજીત વિજયજી મ. આદિ ઠાણાની મંગલ નિશ્રા છે.
મહોત્સવની વિગતો અનુસાર આવતીકાલ તા.ર3ના મંગળવારે સવારે 8.30 કલાકે ભવ્ય સ્નાત્ર મહોત્સવ, સવારે 9.30 કલાકે સતરભેદી પૂજા, સવારે 10 વાગે ધ્વજારોહણ તથા બપોરે 11 કલાકે વિરેન્દ્રભાઇ મનહરલાલ દોશીના વરદ હસ્તે નૂતન ભોજન શાળાની ઉદઘાટન વિધિ થશે. પ્રાણી મિત્ર કુમારપાળ વી. શાહ તથા સાધર્મિક મિત્ર કલ્પેશભાઇ શાહ આ તીર્થનું સુંદર સંચાલન કરી રહ્યા છે. આ દિવસે પરમાત્માની ભવ્ય આંગી રચાશે. તેમ શ્રી મોડાસર જૈન તીર્થ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement