અક્ષયકુમાર બેસ્ટ એકટર, સુશાંતસિંહ રાજપૂતને મરણાંતર સન્માન અપાયું

22 February 2021 07:01 PM
Entertainment
  • અક્ષયકુમાર બેસ્ટ એકટર, સુશાંતસિંહ રાજપૂતને મરણાંતર સન્માન અપાયું

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ : ફિલ્મ, ટીવી, મ્યુઝીક ક્ષેત્રની પ્રતિભાઓ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત

મુંબઈ: દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ એવોર્ડના વિજેતા ઓટીટી પ્લેટફોર્મ પર શનિવારે જાહેર થયા હતા, જેમાં સિનેમા ટીવી તેમજ મ્યુઝીક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને આ એવોર્ડથી સન્માનીત કરાયા છે. જેમાં અક્ષયકુમારને ફિલ્મ ‘લક્ષ્મી’ માટે દીપિકા પદુકોણને ફિલ્મ ‘છપાક’ માટે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા છે, જયારે અજય દેવગનને ફિલ્મ ‘ધી અન સંગવોરિયર તાન્હાજી’ માં ભૂમિકા માટે આ એવોર્ડથી સન્માનીત કરાયા છે. જયારે સ્વ. સુશાંતસિંહ રાજપુતને મરણાંતર એવોર્ડથી સન્માનીત કરાયા છે. અન્ય એવોર્ડ વિજેતાઓ તરફ નજર કરીએ તો કિયારા અડવાણીને નેટ ફિલકસ ફિલ્મ ‘ગિલ્ટી’ માટે ક્રિટીકસ ચોઈસ બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો છે. ટીવી વેબસીરીઝમાં ડિરેકટર હંસલ મહેતાને બ્લોક બસ્ટર શો ‘સ્કેમ 1992’ માટે એવોર્ડ મળ્યો છે. આ વેબસીરીઝ હર્ષદ મહેતાના શેર કૌભાંડ આધારીત હતી. જયારે ‘આર્યા વેબસીરીઝમાં અસ્મિતા સેનને જ ટ્રોફી અર્પણ થઈ હતી તો ‘આશ્રમ’ માટે બોબી દેઓલ બેસ્ટ એકટર ડિકલેર થયો હતો. આ તકે સદાબહાર ધર્મેન્દ્રનું તેમના બોલીવુડમાં પ્રદાન બદલ સન્માન થયું હતું. જયારે થોરા ફતેહીને પર્ફોમન્સ ઓફ ધી પર તરીકે સન્માન મળ્યું હતું.


Related News

Loading...
Advertisement