બિગબોસ-14 માં ‘છોટી બહુ’ ફેમ રૂબિના દિલેક ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા

22 February 2021 06:43 PM
Entertainment
  • બિગબોસ-14 માં ‘છોટી બહુ’ ફેમ રૂબિના દિલેક ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા

બિગબોસની ટ્રોફી મેળવનાર રૂબિનાને પિતા એન્જીનીયર બનાવવા માંગતા હતા!

મુંબઈ તા.22
‘બિગબોસ-14’ ને વિજેતા મળી ગયા છે અને તે છે રૂબિના દિલેક, રવિવારે ગ્રાંડ ફિનાલેમાં બિગબોસની ટ્રોફી રૂબિના દિલેકને મળી છે.શોની શરૂઆતમાં જ રૂબિના ફેન્સની ફેવરીટ હતી. તે શોની પોપ્યુલર અને મજબુત ક્ધટેસ્ટન્ટમાંની એક રહી છે. રૂબિના બિગબોસનાં ઘરમાં પોતાના પતિ અભિનવની સાથે આવી હતી. રૂબિનાની કેરીયર વિષે જાણીએ તો નાનકડા પરદાની‘છોટી બહૂ’ ટીવીનું જાણીતું નામ છે. તેનો જન્મ 26 ઓગસ્ટ 1987 માં થયો હતો. રૂબિનાએ વર્ષ 2018 માં એકટર અભિનવ શુકલ સાથે ડેસ્ટીનેશન વેડીંગ કરી હતી. બન્ને બિગબોસના ઘરમાં પણ એકબીજા માટે ઉભા રહેતા જોવા મળેલા. રૂબિનાએ ‘શકિત’ અસ્તિત્વ કે અહેસાસ શોમાં કિન્નરનું પાત્ર ભજવ્યુ હતું. આ શો બાદ તે ઘર ઘરમાં કિન્નર બહુના નામે મશહુર થઈ હતી. રૂબિનાના પિતા તેને એન્જીનીયર બનાવવા માગતા હતા. આ પણ કિસ્મતમાં કંઈક બીજુ જ હતું. રૂબિના વર્ષ 2008 માં મિસ નોર્થ ઈન્ડિયા બની હતી. ઝીટીની ‘છોટી બહુ’ સિરીયલથી તેણે ડેબ્યુ કર્યું હતું. રૂબિનાએ ‘દૂલ્હન બનુ મૈં તેરી’ પવિત્ર રિશ્તા, વગેરે સિરીયલમાં પણ કામ કરેલુ.


Related News

Loading...
Advertisement