હવે ગાઢ નિંદ્રામાં સૂતેલા, સપનું જોતા વ્યકિત સાથે વાતચીત કરી શકાશે !

22 February 2021 06:30 PM
Health
  • હવે ગાઢ નિંદ્રામાં સૂતેલા, સપનું જોતા વ્યકિત સાથે વાતચીત કરી શકાશે !

સંશોધકોએ ‘ઇન્ટરેકિટવ ડ્રીમિંગ’ પદ્ધતિ વિકસાવી : આ પદ્ધતિથી મગજની બીમારીના ઉપચારમાં મદદ મળશે

ન્યુયોર્ક તા. 22 : સ્વપ્ન અવસ્થા દરમિયાન માણસનું સુષુપ્ત મન કાર્યશીલ હોય છે. આ સુષુપ્ત મનની પણ એક તાકાત છે. વૈજ્ઞાનિકોએ એક નવી પધ્ધતિની શોધ કરી છે. જેના દ્વારા જયારે ગાઢ નિંદ્રામાં હોય કે સપનું જોઇ રહી હોય ત્યારે તેની સાથે વાતચીત કરી શકાય. આ પધ્ધતિથી મગજની-માનસીક બીમારીમાં મદદ મળી શકે છે.


વૈજ્ઞાનીકોએ આ પધ્ધતિને ઇન્ટરેકિટવ ડ્રીમીંગ તરીકે વર્ણવી છે. સપનુ જોતી વેળા લોકો સંવાદ કરવા, નિર્દેશોનું પાલન કરવામાં સક્ષમ હોય છે. આ નવું અધ્યયની એ બાબતની સમજ નવી રીતે વિકસિત કરશે કે જયારે આપણે સપનું જોતા હોઇએ છીએ ત્યારે આપણા મગજમાં શું શું થતું હોય છે. આ પધ્ધતિ આપણા સપનાને પ્રશિક્ષિત કરે છે અને એક વિશેષ દિશા તરફ લઇ જવાનું શિખવે છે સાથે સાથે તે કોઇ વિશિષ્ટ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાના ઉપચારમાં પણ સહાયક બની શકે છે.


ખરેખર તો ઉંઘના મનોવિજ્ઞાનના બારામાં ઘણુ બધુ છે જે રહસ્ય છે. તેમાં રેપિડ આઇ મુવેમન્ટ (આરઇએમ) સ્ટેજ સામેલ છે. જેમાં સામાન્ય રીતે સપના આવે છે. નોર્થ વેસ્ટર્ન વિશ્ર્વ વિધાલયના મનોવૈજ્ઞાનિક કેન પાલરે જણાવ્યું હતું કે અમે જાણ્યુ કે અભ્યાસમાં ભાગ લેનાર આઇઇએમ નીંદરમાં વાતચીત કરી શકે છે. સંશોધકોએ ચાર અલગ અલગ પ્રયોગ શાળામાં 36 વ્યકિતઓ પર પરીક્ષણ કર્યુ હતુ. ભાગ લેનારાઓની નીંદરની સૌથી ગાઢ અવસ્થાઓ દરમિયાન ઇઇજી સાધનો દ્વારા દેખરેખ કરાઇ હતી. બાદમાં સ્પોકન ઓડિયો દ્વારા તેમને ગણિત સંબંધિત સવાલો પુછવામાં આવ્યા હતા. 57 નીંદર સત્રોે દરમિયાન 47 ભાગ લેનારાઓએે ઓછામાં ઓછોે એેક સાચો જવાબ આપેલો.


Related News

Loading...
Advertisement