રાજકોટ તા.22
સોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી શરુ થઈ હોય તેમ આજે ઉછાળો નોંધાયો હતો. રાજકોટમાં સોનુ 400 રૂપિયા વધીને 48400 હતું. ચાંદીમાં 68500 હતો. વિશ્વબજારમાં અનુક્રમે 1794 ડોલર તથા 27.40 ડોલર હતા. ઝવેરીઓના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની ફડક તથા કોરોનાના નવા કેસોની ચિંતાની અસર છે.