ગાંધીનગર તા.22
ગુજરાત રાજ્યની રાજધાની ખાલી પડેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને રાજ્યસભાના સાંસદ તરીકે આજે બિન હરીફ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે રાજસભાની આ ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવારને ઉભા નહીં રાખવાના કારણે ભાજપના આ બંને સભ્યો રાજસભાના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થયા છે. રાજ્યમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠક ઉપર તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના બે દાવેદારોનાં નામ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. જે પૈકી સૌરાષ્ટ્રના રામભાઈ મોકરીયા અને બનાસકાંઠાના દિનેશભાઈ પ્રજાપતિના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી . ત્યારે તાજેતરમાં જ આ બંને દાવેદારો ના નામાંકન પત્ર ભરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિપક્ષી કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટેના પૂરતા ધારાસભ્યો નહીં હોવાના કારણે કોંગ્રેસે એક પણ સભ્યને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ન હતા.